તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ભાભરના પોલીસ કોન્સ્ટેબલ પર 4 શખ્સોનો હુમલો

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસ કર્મી બાઈક લઈ ઊભો હતો તે દરમિયાન ચારેય અમે ભાભરના બાપુ છીએ ડોન છીએ અમે જે કરીએ તે ચુપચાપ જોવાનું તેમ કહી તૂટી પડ્યા

ભાભરમાં એલઆઇબીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પર સોમવારે બપોરે ચાર માથાભારે શખ્સોએ માથાકૂટ કરી હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે.પોલીસ પર રોફ જમાવવા ચારેય શખ્સો અમે ભાભરના બાપુ છીએ ડોન છીએ અમે જે કરીએ તે ચુપચાપ તમારે જોવાનું તેમ કહી ચારેય તૂટી પડ્યા હતા.ઈજાગ્રસ્ત પોલીસકર્મને સારવાર અર્થે ખસેડાયો હતો.હુમલો કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી

ભાભર પોલીસ સ્ટેશનમાં છેલ્લા સાડા ચાર વર્ષથી ફરજ બજાવતાં ભરતભાઇ કરશનભાઇ પટેલ (ચૌધરી) હાલમાં એલ.આઇ.બી.માં કોન્સ્ટેબલ છે. તેઓ સોમવારે બપોરે સરકારી બાઈક પર અંબિકા સોસાયટી તરફ જવાના રસ્તા ઉપર જલીયાણ મોબાઇલ દુકાનની પાસે ઉભા હતા તે વખતે ભાભરજુના ગામનો બળદેવસિંહ મનુભા રાઠોડ, પ્રવિણસિંહ મનુભા રાઠોડ, ઇન્દુભા નવુભા વાઘેલા તથા વિપુલસિંહ હુકમસિંહ રાઠોડ તેમજ અન્ય ચારથી પાંચ જણા સામેની બાજુએ ઉભા હતા જેમાંથી બળદેવિસંહ રાઠોડે પોલીસ કર્મીને પાસે બોલાવતાં તેઓ બાઇક ત્યાં મુકી તેમની પાસે ગયા ત્યારે બળદેવસિંહ રાઠોડે પોલીસકર્મી ભરતભાઈને જણાવ્યું કે "અમે ભાભરના બાપુ છીએ અને ભાભરના ડોન છીએ જેથી અમે જે કરીએ તે તમારે પોલીસને ચુપચાપ જોયે જવાનુ. અને મેં તને ચારેક દિવસ પહેલાં પણ ફોન કરી કહેલ હતુ કે તારે વધારે પડતી હીરાવદી કરવી નહી તેમ છતાં પણ તુ માનતો નથી તેમ કહી અપશબ્દો બોલતાં ભરતભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં પ્રવિણસિંહ રાઠોડે તુ વધારે પડતો ઉભો થયો છે અને મારૂ કાંઇ ઉપજવા દેતો નથી. જેથી તને મારવો પડશે તેમ કહેતા બળદેવિસંહ રાઠોડે લાકડી ભરતભાઈને મારી અન્ય સાથે ઉભેલા પણ મારમારવા લાગ્યા હતા. ભરતભાઈએ તુરંત પોલીસ મથકે ફોન કરી ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના દોડી આવી હતી. બનાવને લઈ આજુબાજુથી ઘણા બધા લોકો ભેગા થઇ જતાં ધમકી આપી હુમલો કરી ભાગી છૂટ્યા હતા.

હુમલાખોરો કેટલાક મહિનાઓથી નાના મોટા વેપારીઓને રંજાડવાની પ્રવૃતિ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. કેટલાક વેપારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે " નગરના પ્રતિષ્ઠીત વહેપારીઓ ડરતા હોવાથી પોલીસ મથકે જાણ કરતા નથી બધાને શાંતિથી અહીં રહેવું છે."

ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી રહ્યા છીએ
"ભાભરના પોલીસકર્મી પરના હુમલાના પ્રકરણમાં આરોપીઓને પકડવા માટે તપાસ ચાલી રહી છે. જ્યાં હુમલો થયો હતો તે સ્થળના સીસીટીવી ફૂટેજ મેળવી રહ્યા છીએ. પી.એલ.આહીર પીએસઆઇ

કોની સામે ફરિયાદ
1. બળદેવસિંહ મનુભા રાઠોડ,
2. પ્રવિણસિંહ મનુભા રાઠોડ,
3. ઇન્દુભા નવુભા વાઘેલા
4. વિપુલસિંહ હુકમસિંહ રાઠોડ, (રહે. તમામ ભાભરજુના )
તેમજ અન્ય ચારથી પાંચ જણા

અન્ય સમાચારો પણ છે...