પસંદગી:પ્રજાસત્તાક દિને દિલ્હીની પરેડમાં NCC-35 ગુજરાત બટાલિયન બનાસકાંઠાના 4 કેડેટસની પસંદગી કરાઈ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાંથી 57 એન.સી.સી. કેડેટસની પસંદગી કરવામાં આવી

દિલ્હીમાં 26મી જાન્યુઆરી-2022માં પ્રજાસત્તાક પર્વે ગણતંત્ર દિવસની રાજપથ પર યોજાનારી પરેડમાં ગુજરાતમાંથી 57 એન.સી.સી. કેડેટસની પસંદગી કરવામાં આવી છે. જેમાં NCC 35 ગુજરાત બટાલિયન બનાસકાંઠામાંથી 4 કેડેટસની પસંદગી થઈ છે.

જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુરમાંથી પ્રજાપતિ વિશાલ, ચૌધરી વિકાસ અને નાઈ રાકેશ એમ 3 NCC કેડેટસની પસંદગી થઈ છે અને દિયોદર કોલેજના ભરત કાપડીની પસંદગી થઈ છે. તેઓ હાલ દિલ્હીમાં છે ત્યાં કવોરોન્ટાઈન રખાયા બાદ 26મી જાન્યુઆરી-2022ની પરેડની તૈયારી કરી રહ્યાં છે.

બે પ્રી.આર.ડી કેમ્પ કર્યા પછી આર.ડી.સી. માટે પસંદ કરાયા હતા. બનાસકાંઠા જિલ્લાના આ યુવાનો 26મી જાન્યુઆરીએ દિલ્હી રાજપથ પર યોજાનાર પરેડમાં ભાગ લઇ પાલનપુર અને દિયોદર કોલેજ પરિવાર,બનાસકાંઠા જિલ્લો તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારશે.

અન્ય સમાચારો પણ છે...