તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધાનેરાના વેપારીને વિશ્વાસમાં લઇ સ્વીટ્ઝરલેન્ડમાં એક એન્ટીક પીસ વેચવાની છે. જેમાં રોકાણ કરવાથી સારો એવો નફો મળશે તેવી લાલચ આપી ધાનેરા,ડીસા પાટણના ચાર ભેજાબાજોએ રૂપિયા 1.48 કરોડ પડાવી લીધા હતા.દરમિયાન નાણાંની માંગણી કરતાં પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાતાં વેપારીએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ધાનેરા તાલુકાના મોટામેડાના મુળ વતની અને હાલ નવસારી ખાતે કાપડની દુકાનમાં નોકરી કરતાં માસુંગભાઇ હમીરાભાઇ પટેલે વર્ષ 2012માં ધાનેરામાં જવેલર્સની દુકાન કરી હતી. જ્યાં બાજુમાં ઇલેક્ટ્રીક દુકાન ધરાવતાં ધાનેરાના જીવાણાના ભરતભાઇ ખેંગારભાઇ ચૌધરી, ડીસાના ભાચલવાના વેલાભાઇ અજાભાઇ ચોધરી વર્ષ 2016માં તેમની પાસે આવીને વાત કરી હતી કે, સ્વીટ્ઝરલેન્ડમાં એક એન્ટીક પીસ વેચવાની છે. જેમાં એક કાચનો પદાર્થ હજારથી સોળસો વર્ષ જુનો છે. જે ગ્રહ જોવામાં વપરાય છે. જેની કિંમત અબજો રૂપિયામાં છે. જેનું વેચાણ સાઉદી અરબમાં 67 હજાર કરોડમાં ભારતીય રૂપિયા પ્રમાણે થયેલું છે. જે નાણાં ભારતમાં લાવવા માટે વધુ પૈસાની જરૂર રહેતી હોઇ તમે પૈસાનું રોકાણ કરશો તો સારો એવો નફો મળશે. એમ કહી પાટણના સલીમ કાલુમીયા ફારૂકી અને મુળ.ડીસા હાલ.અમદાવાદ રહેતાં રાકેશભાઇ રાયચંદભાઇ ખત્રીને બોલાવી વિશ્વાસમાં લીધા હતા.
વર્ષ 2016-17-18માં તબક્કાવાર કુલ રૂપિયા 1,48,22,000 પડાવી લીધા હતા. જે રકમ પરત માંગતા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે માસુંગભાઇએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય શખ્સો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સ્વીટ્ઝરલેન્ડમાં આવેલા ભારતીય દુતાવાસના સિક્કાવાળુ લેટરપેડ આપ્યું હતુ
પેમેન્ટ રિસીવ કરવા માટે ફારૂકી મહમદ કાલુમીયા અને સોડા યાકુબભાઇ ઇસ્લામીયાએ સ્વીટ્ઝરલેન્ડમાં આવેલા ભારતીય દુતાવાસના સિક્કાવાળુ લેટરપેડ, મહારાષ્ટ્ર પોલીસના કમિશ્નરના ફોટા, મોબાઇલ નંબર, પોલીસ મથકનો સિક્કો, રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ઓફિસ અમદાવાદનો લેટર સહિતના ડોકયુમેટ આપ્યા હતા.
જવેલર્સની દુકાન બંધ કરવી પડી
માસુંગભાઇએ તેમના જ્વેલર્સના ધંધામાંથી,પરિવારની બચતમાંથી તેમજ તેમના દાદીનું વર્ષો જુનુ સોનું પણ વેચી મારી નાણાં આપ્યા હતા. જેમાં તેમને જવેલર્સની દુકાન પણ બંધ કરવી પડી હતી. અને ધમકીઓ મળતાં ગામ છોડી નવસારી જઇ હાલ કાપડની દુકાનમાં નોકરી કરી રહ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.