તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:એક જ દિવસમાં 38, પાલનપુરમાં 23 - ડીસામાં 13 કોરોના પોઝિટિવ

પાલનપુર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • અમીરગઢમાં 1 પોઝિટિવ,મેમદપુરમાં મહિલા સંક્રમિત

જિલ્લામાં સોમવારે વધુ 38 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેમાં પાલનપુર માં જ 23 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ડીસામાં 13 સહિત વડગામના મેમદપુર સીએચસીના એક મહિલા કર્મચારી સાથે અમીરગઢમાં પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે.

આરોગ્ય વિભાગ દ્વારા એક તરફ કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી આપવામાં આવી રહી છે. ત્યાં બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. જ્યાં સોમવારે જિલ્લામાં એક દિવસે 38 કેસ નોંધાયા હતા. ે આરોગ્ય વિભાગના ડો. એન. કે. ગર્ગએ જણાવ્યું હતુ કે, 38 પોઝિટિવ કેસો પૈકી પાલનપુર માં જ 23 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ડીસામાં 13 સહિત વડગામના મેમદપુર સીએચસીના એક મહિલા કર્મચારી સાથે અમીરગઢમાં પણ એક કેસ પોઝિટિવ આવ્યો છે. જેમને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી તેમના સંપર્કમાં આવેલા લોકોનો સર્વે હાથ ધરાયો છે. અને હોમ કવોરોન્ટાઇન કરાઈ રહ્યો છે.

સિવિલમાં 126 પૈકી 70 બેડ ખાલી
પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલમાં કુલ 126 બેડ છે. આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. સુનિલ જોષીએ જણાવ્યું હતુ કે, સોમવારની સ્થિતિએ અત્યારે 56 દર્દીઓ દાખલ છે. જે પૈકી 48 પોઝિટિવ છે. 13 શંકાસ્પદ છે. ઓકિસજન ઉપર 15 જ્યારે બાયપેપ પર 2 દર્દીઓ છે. વેન્ટિલેટર ઉપર એકપણ કેસ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો