બનાસકાંઠા કોરોના LIVE:જિલ્લામાં 81 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 300ની નજીક પહોંચ્યો

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં સૌથી વધુ પાલનપુરમાં 43 અને ડીસામાં 24 કેસ નોંધાયા
  • જિલ્લા માં RTPCR 3470 અને એન્ટીજન 1180 ટેસ્ટ કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. જેમાં આજે જિલ્લા 81 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. એક્ટિવ કેસનો આંક વધીને 285 પર પહોંચી ચૂક્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લા આજે 81 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RTPCR 3479 અને એન્ટીજન 1180 ટોટલ 4650 જેવા ટેસ્ટ કરતા 81 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે.

ભાભરમાં 02 દાંતામાં 04 દાંતીવાડામાં 01 ડીસામાં 24 ધાનેરામાં 01 લાખણીમાં 01 વડગામમાં 01 પાલનપુરમાં 43 થરાદમાં 01 વાવમાં 03 સહિત જિલ્લાના 10 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં 08 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 285 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...