તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સેવા પરમો ધર્મ:33 મિત્રોએ સેવા માટે ત્રણ વર્ષમાં ખિસ્સાના લાખો ખર્ચી નાખ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરીબ દીકરીઓનું ઓપરેશન, કરિયાવર,પશુ-પક્ષીઓની સેવાની સરવાણી

બનાસકાંઠા ગામની ગરીબ દીકરીનું ગંભીર ઓપરેશન હોય, કોઈ ગરીબ પિતાની દીકરીનું કરીયાવર ભરવાનું હોય કે પછી કોરોનાની કપરી પરિસ્થિતિમાં ગરીબજનો માટે ભોજનની વ્યવસ્થા અને પશુ-પક્ષીઓની સારવાર કે ચારો આપવાનો હોય આ સેવા માટે બનાસકાંઠા હિંદુ યુવા સંગઠનના 33 યુવા મિત્રોએ નાત જાતના ભેદભાવ જોયા વિના છત્રણ વર્ષમાં લાખો રૂપિયા પોતાના ખિસ્સાના ખર્ચી નાંખ્યા છે.

ડીસા ખાતે હિન્દુ યુવા સંગઠનના 33 યુવા મિત્રો પોતાની નિઃસ્વાર્થ સેવા થકી પૂણ્યનું ભાથું બાંધી રહ્યા છે. સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે 15 ઓગષ્ટ-2017ના રોજ હિન્દુ યુવા સંગઠનની સ્થાપના કરી હતી. જેમાં સેવાભાવી દિપકભાઈ કચ્છવા, ચકાભાઈ ઠાકોર, ગજેન્દ્રસિંહ વાઘેલા, મનોજભાઈ ઠાકોર, જયદીપભાઈ ચોખાવાલા, મહેશભાઈ સોની, કેતનભાઈ ચૌધરી, પાર્થ વાઘેલા, કલ્પેશ ભારથી,હિતેશ સિહ રાજપૂત, જીગાભાઈ ભોંયણ, દિનેશ લોધા, દિપકભાઈ ઠાકોર, કુલદીપભાઈ ઠાકોર, ઘનશ્યામભાઈ સોની, પ્રકાશસિંહ સોલંકી, ગોલ્ડન ઠક્કર, જગદીશભાઈ પરમાર, ચિરાગ કૌશિક, અમિત માલવી, કનું ઠાકોર, જગદીશભાઈ વાઘેલા, મેહુલ ઠક્કર, શુંધેશસિહ વિહોલ, ધર્મેન્દ્ર ઠાકોર, ભાવેશભાઇ માળી, દશરથ માળી, દસરથ દરબાર, દશરથ માજીરાણા, પ્રવીણ બોરવાલ, ચેતન પરમાર, નવીન પરમાર, જીતુ ઠાકોર.33 મિત્રો દ્વારા પોતાના ખર્ચે નાતજાતના ભેદભાવ વિના સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્રણ વર્ષમાં લાખો રૂપિયા પોતાના ખર્ચી અવિરત સેવાના કાર્યો કરી રહ્યા છીએ.’

આ મિત્રો દ્વારા ગરીબ દીકરીઓનું ઓપરેશન, કરિયાવર, કોરોનામાં ભોજનાલય, કિટો, મૂંગા પશુ-પક્ષીઓની સેવાની સરવાણી વહાવવામાં આવી રહી છે.’

હોસ્પિટલનું બિલ સહિતના કાર્યો
> મૂળ અંબાજી અને હાલ ડીસા રહેતા ઠાકોર પરિવારની દીકરીનું બ્રેઇન ટ્યુમરનું ઓપરેશન, મુસ્લિમ પરિવારની દીકરીનું એપેન્ડિક્સનું ઓપરેશન, અન્ય દીકરીના વાલનું ઓપરેશન,વૃધ્ધના પગનું ઓપરેશન,કેન્સરગ્રસ્ત દર્દીને અમદાવાદ સારવાર, એમ્બ્યુલન્સની વ્યવસ્થા,દવા,હોસ્પિટલનું બિલ
> કોરોના દરમિયાન હિન્દુ યુવા સંગઠન, પારકર મિત્ર મંડળ અને કરુણા ભક્તિ ભોજનાલયની મદદથી જરૂરિયાતમંદોને બે ટાઈમ ભોજન, 1000થી પણ વધુ કિટનું વિતરણ.
> ગરીબ પરિવારની દીકરીને કરિયાવરમાં ચાંદીનો હાર સહિતની વસ્તુઓ
> કુટુંબથી તરછોડાયેલા બિનવારસી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરી સામાજિક સંસ્થાઓ, ચિલ્ડ્રન હોમમાં મુક્યા
> વિધવા, ત્યક્તા બહેનોને ન્યાય
> ચોમાસામાં 25 ઝુંપડાવાસીઓને તાડપત્રીઓનું વિતરણ
> નાણી સહિતના ગામોમાં પશુ માટે ઘાસચારો, ઘાયલ પક્ષીઓની સારવાર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો