તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણમાં ગરમાવો:ડીસા-પાલનપુરના જગાણાના 300 યુવાનો "આપ'માં જોડાયા

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
જગાણા ગામ અને ડીસાના વડાવળ ખાતે આપની સદસ્યતા અભિયાન અંતર્ગત રવિવારે બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
જગાણા ગામ અને ડીસાના વડાવળ ખાતે આપની સદસ્યતા અભિયાન અંતર્ગત રવિવારે બેઠક યોજાઇ હતી.
  • ડીસામાં ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યા જ્યારે જગાણા ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીનો મત વિસ્તાર,કલાકાર વિજય સુવાળાના હસ્તે યુવાનોને ખેસ પહેરાવ્યો

રવિવારે ડીસા અને પાલનપુરના જગાણામાં આમ આદમી પાર્ટીની સદ્દસ્યતા અભિયાન બેઠક યોજાઇ હતી. જેમાં 300 યુવાનો પાર્ટીમાં જોડાયા હતા. આ વિસ્તાર ભાજપના ધારાસભ્ય તેમજ ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રીનો મત વિસ્તાર હોઇ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

ડીસાના વડાવલ ભૂમિ કોલ્ડ સ્ટોરેજ ખાતે રવિવારે આમ આદમી પાર્ટીનો સદસ્યતા અભિયાન બેઠક ગુજરાતના લોક ગાયક વિજયભાઈ સુવાળાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં 200 થી વધુ યુવાનોને લોક ગાયક વિજય સુવાળાના હસ્તે આપ નો ખેસ તેમજ ટોપી પહેરાવીને આપમાં પ્રવેશ અપાયો હતો. આ વિસ્તાર ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનો મત વિસ્તાર છે. જ્યાં યુવાનો આપ સાથે નાતો જોડતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યારે પાલનપુર તાલુકાના જગાણા ગામ 100 જેટલા યુવાનો આપમાં જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે જગાણા ગામ પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને પૂર્વ બનાસકાંઠા સાંસદ હરિભાઈ ચૌધરીનું ગામ છે. જ્યાં 100 જેટલા યુવાનો આપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી, ડો.રમેશભાઈ પટેલ, ઇશ્વરભાઇ દેસાઇ, ડીસા શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર સહીત આપના નેતા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...