તનતોડ મહેનત:બનાસકાંઠાની 300 યુવતીઓની પોલીસમાં જવા તનતોડ મહેનત

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરની એક સંસ્થા દ્વારા 30 યુવતીઓથી શરૂ કરાયેલી અત્યારે 300 જેટલી યુવતીઓ જોડાઈ છે. આ દીકરીઓ પોલીસમાં નોકરી કરવાની જીદ સાથે પોલીસ હેડ કવાર્ટસમાં તનતોડ મહેનત કરી રહી છે. જેમને પાલનપુરના વાસડા ગામની દીકરી તેણીના ફાઉન્ડેશન થકી તમામ પ્રેકટીસ વિનામૂલ્યે કરાવી રહી છે.

પાલનપુર તાલુકાના વાસડા ગામની પ્રિયંકા ચૌહાણ નામની દીકરીએ પોતાના વુમન્સ કેર ફાઉન્ડેશન તેમજ સંકટ સમયની સાંકળ દ્વારા આવનારી પોલીસની ભરતીમાં દીકરીઓને ફિઝિકલ પ્રેકટીસની તૈયારી મળી રહે તે માટે ફિઝિકલ પ્રેક્ટીસનું એક મહિના સુધી પાલનપુર હેડ કવાર્ટર ખાતે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં 30 દીકરીઓથી શરૂઆત કરવામાં આવી હતી જે આજે 300 થી વધુ દીકરીઓ જોડાઈ છે. જેમાં બનાસકાંઠાના પાલનપુર, વડગામ, વાવ, થરાદ, ધાનેરા, દિયોદર સહિત પંચમહાલ જિલ્લાની દીકરીઓ ફિઝિકલ પ્રેક્ટીસ માટે આવી રહી છે. જ્યાં નાંદોત્રા ગામના એક્સ આર્મીમેન પુંજાલાલ પરમાર તમામ દીકરીઓને ફ્રીમાં પ્રેકટીસ કરાવી રહ્યા છે.

જ્યાં પોલીસની તૈયારી કરતી યુવતીઓ જણાવ્યું હતું કે ‘અમારે પોલીસની ભરતીમાં જોબ કરવી છે માટે અમે અહીંયા પ્રેક્ટીસ કરવા આવીએ છીએ. જ્યાં અમને સંસ્થાના ચેરમેન પ્રિયંકા ચૌહાણ અને એક્સ આર્મીમેન પુંજાલાલ પરમાર ખૂબ સપોર્ટ કરી રહ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...