તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વિશ્વ પર્યાવરણ દિવસ:પાલનપુરની તિરૂપતિ રાજનગર સોસાયટીના 300 પરિવાર 3000 વૃક્ષો વાવીને ઉછેર કરશે

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક પરિવાર દીઠ 10 વૃક્ષો વાવવાનો અનેરો સંકલ્પ
  • સોસાયટીમાં અત્યારે હાલ 1800 થી 2000 વૃક્ષો હયાત, દરેક ઘર આગળ લીલાં વૃક્ષોની શોભા

પાલનપુરમાં લગભગ 10000થી વધુ સોસાયટી આવેલી છે. જેમાંની એક તિરૂપતિ રાજનગર સોસાયટીમાં 2000 જેટલાં વૃક્ષો ઉગેલા જોવા મળે છે. આ સોસાયટીમાં 300 બંગલા આવેલા છે અને આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઘર દીઠ 10 વૃક્ષ વાવી 3000 નવા વૃક્ષો વાવી તેનું જતન કરવાનો સંકલ્પ કર્યો છે. આ બાબતે સોસાયટીના ઉપપ્રમુખ મનોજભાઈએ જણાવ્યું હતું કે ‘વૃક્ષોનું જતન કરવું જોઈએ.

વૃક્ષોનું જતન ન કરવાથી કોરોના જેવી મહામારીમાં ઓક્સિજનના બાટલા લેવા માટે લોકોને વલખાં મારવાનો વારો આવ્યો હતો. જેથી અમારી દરેક લોકોને અપીલ છે કે દરેક લોકો વૃક્ષો વાવો જેથી ભવિષ્યમાં ઓક્સિજનની જરૂર ન પડે. અમારી સોસાયટીમાં દર વર્ષે 200 વૃક્ષો ઉગાડવામાં આવે છે અને 300 પરિવારના લોકોએ નક્કી કર્યું હતું કે ઘર દીઠ 10 વૃક્ષ વાવવામાં આવે. જેથી આવનારા સમયમાં ઓક્સિજનની જરૂર ન પડે.’

આ વૃક્ષો વાવી ઉછેર કરાશે
પાલનપુર તિરૂપતિ રાજનગરમાં લીમડા, વડ, પીપળો, બોરસલી, આસોપાલવ સહિતના વૃક્ષઓ વાવી તેનો ઉછેર કરવાનો 300 પરિવારે દ્રઢ સંકલ્પ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...