બનાસકાંઠા જિલ્લામાં બુધવારે વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા ની શરૂઆત થઈ હતી. જ્યાં પ્રથમ દિવસે રાસાયણિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થીઓમાંથી સવારે 25 જ્યારે સાંજે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, થરાદ, ભાભર, ધાનેરા અને ડીસાના 5 કેન્દ્રો પર 12 બિલ્ડિંગમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા 12 માર્ચ સુધી યોજાશે જેમાં રાસાયણિક વિજ્ઞાન 4179, જીવ વિજ્ઞાન 3535 અને ભૌતિક વિજ્ઞાનમાં 4179 એમ મળી કુલ 11,893 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પ્રથમ દિવસે સવારે 657 વિદ્યાર્થીઓમાંથી 632 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
જયારે સાંજે સેક્શનમાં 593 વિદ્યાર્થીઓમાંથી 588 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જ્યાં સવારે 25 વિદ્યાર્થીઓ અને સાંજે માત્ર 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. શાળામાં ચોરીનો કોઈ બનાવ ન બને તે માટે સીસીટીવી સજ્જ રૂમમાં પરીક્ષા યોજાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.