તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:બનાસકાંઠામાં 4 માસ બાદ એક જ દિવસે 30 પોઝિટિવ

પાલનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઉ.ગુ.માં 159 કોરોના સંક્રમિત : પાલનપુર તાલુકાના જ 24 કેસ, વડગામ 2, ડીસા 2, કાંકરેજમાં 1, ધાનેરા 1 પોઝિટિવ કેસ
 • રાજસ્થાની સરહદને જોડતી અંબાજીની સરહદ છાપરી, દાંતીવાડાની ગુંદરી અને અમીરગઢ ચેક પોસ્ટે આરટીપીસીઆર રિપોર્ટની ચકાસણી

બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે કોરોના વિસ્ફોટ થયો હતો. જ્યાં નવેમ્બર પછી ચાર માસ બાદ એક જ દિવસમાં 30 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 30 કેસો પૈકી એકલા પાલનપુરમાં જ 24 કેસ નોંધાયા હતા. જ્યારે કાંકરેજમાં 1, વડગામ 2, ડીસા 2, ધાનેરા 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં નવેમ્બર માસમાં 30 કેસ આવ્યા હતા. જે બાદ 24 માર્ચે એક જ દિવસે 25 પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને હવે 2 એપ્રિલે એક જ દિવસે કોરોના વિસ્ફોટ થતાં 30 કેસ સામે આવ્યા છે. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, એકલા પાલનપુરમાં જ 24 કેસ નોંધાયા હતા. જ્યારે કાંકરેજમાં 1, વડગામ 2, ડીસા 2, ધાનેરા 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. બીજી તરફ બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજસ્થાની સરહદને જોડતી અંબાજીની સરહદ છાપરી, દાંતીવાડાની ગુંદરી અને અમીરગઢ ચેક પોસ્ટે આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટની ચકાસણી કરવામાં આવી રહી છે. જે મુસાફરો પાસે આ રિપોર્ટ નથી તેમને સ્થળ ઉપર સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. રિપોર્ટ સાથે લાવનારને રાજસ્થાન-ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

પાલનપુર રેલ્વે સ્ટેશને ઓટોમેટીક ટ્રેમ્પરેચર કેમેરાથી બે દિવસમાં 630 મુસાફરોના તાપમાનની ચકાસણી
પાલનપુર રેલવે સ્ટેશને આવતા- જતાં મુસાફરોની તપાસ કરવા માટે પહેલી વખત ઓટોમેટીક ટ્રેમ્પરેચર કેમેરો ગોઠવ્યો છે. બે દિવસમાં 20 ઉપરાંત ટ્રેનમાંથી પાલનપુર ઉતરેલા અને ટ્રેનમાં બેસવા જતાં 630 મુસાફરોનું ઓટોમેટીક કેમેરા તેમજ થર્મન ગનથી તપાસ કરાઇ હતી. જેમનું 98થી નીચે તાપમાન આવ્યું છે. એકપણ મુસાફર કોરોના શંકાસ્પદ જણાયો નથી.

આ જાણવું જરૂરી
રાજસ્થાનમાં એક સપ્તાહ રહ્યા પછી પરત ફરતા મુસાફરોને પુન: આરટીપીસીઆર રિપોર્ટ કરાવવો પડશે
બનાસકાંઠાની સરહદોએ આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ રજુ કર્યા પછી રાજસ્થાનમાં એક સપ્તાહ રહ્યા બાદ પરત ફરતા મુસાફરોને પણ પુન: આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવવાનો રહેશે. જો શંકાસ્પદ જણાશે તો પરત પ્રવેશ આપવામાં આવશે નહી.
20 વર્ષના યુવાને RTPCR નેગેટિવ રિપોર્ટ રજુ કરવો પડશે
જિલ્લાની સરહદે ચેકિંગમાં 20 વર્ષના યુવાને પણ આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ રજુ કરવો પડશે. જેથી તે પરત ફરે તે વખતે ખબર પડે કે તેને કોરોનાનો ચેપ છે કે નહિ.
રિપોર્ટ નહીં હોય તો સ્થળ ઉપર ટેસ્ટ કરાશે
20થી ઉપરના મુસાફરો માટે RTPCR નેગેટિવ રિપોર્ટ ફરજિયાત છે.જો ન હોય તો સ્થળ ઉપર ટેસ્ટ કરાશે નેગેટિવ આવશે તો જ આગળ જવા દેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો