કાર્યવાહી:કાંકરેજના ત્રણ સ્થળેથી જુગાર રમતાં 29 ઝડપાયા

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે જુદી જુદી જગ્યાએ રેડ કરી કુલ રૂ. 50970નો મુદ્દામાલ કબ્જે લીધો

કાંકરેજના ત્રણ સ્થળેથી જુગાર રમતાં 29 શખ્સોને ઝડપી લીધા હતા.કાંકરેજ તાલુકાના થરા, અધગામ અને કંબોઇમાં શ્રાવણીયો જુગાર રમતાં 29 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ રકમ સહીત કુલ રૂપિયા 50970નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.પોલીસે તમામ જુગારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કંબોઇમાંથી 19 જુગારીઓ ઝબ્બે
કંબોઇ હઠાણીપાટીમાં ફુલસિંહ ચમનસિંહ સોલંકીના ઘર આગળ ખુલ્લામાં ઝાડ નીચે જુગાર રમતાં વિઠ્ઠલસિંહ રમણસિંહ સોલંકી, ભરતસિંહ નટાજી સોલંકી, વિક્રમસિંહ અદિતસિંહ સોલંકી, રાજુભા વિજુભા સોલંકી, વિરમસિંહ અદિતસિંહ સોલંકી, ગોવિંદસિંહ અમરસિંહ સોલંકી, ભરતસિંહ ગેમરસિંહ સોલંકી, રાજેશભાઇ શાંતિભાઇ નાયી, તેજમાલસિંહ ભારતસિંહ સોલંકી, અનુભાઇ બચુભાઇ મીર, ભગુભા ધારૂસિંહ સોલંકી, ફુલસિંહ ચમનસિંહ સોલંકી, રતનસિંહ બચુજી સોલંકી, રૂપસિંહ નાથુજી સોલંકી, રણુભા હમીરસિંહ ઝાલા, લાલસિંહ કિર્તીસિંહ સોલંકી, ભુપતસિંહ ભાથીજી સોલંકી, મનુભાઇ બચુભાઇ મીર અને જોગાજી વિરસંગજી સોલંકીને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 36,160નો મુ્દ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

અધગામેથી 7 જુગારી ઝબ્બે
કાંકરેજના અધગામ કૃષ્ણનગરની ગૌચરની જમીનમાં જુગાર રમતાં ગાંડાભાઇ અમથાભાઇ ચૌધરી, કૌશલકુમાર કરશનભાઇ પંચાલ, નરેશભાઇ જવાભાઇ ચૌધરી, રમેશભાઇ જગમાલભાઇ ચૌધરી, મુકેશભાઇ વેલાભાઇ ચૌધરી, મહેશભાઇ નાગજીભાઇ ચૌધરી અને પ્રહલાદભાઇ વજાભાઇ પંચાલને ઝડપી લઇ તેમની પાસેથી રૂપિયા 13,600નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

થરામાંથી ત્રણ જુગારી ઝડપાયા
થરા રાવળવાસ નજીક જુગાર રમતાં થરાના પ્રવિણભાઇ ગણપતભાઇ રાવળ, ઉણનો નટવરજી ચમનજી ઠાકોર અને વડાનો જીલુભા ભીખુભા વાઘેલાને ઝડપી લઇ તેમની પાસેથી રૂપીયા 1210નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...