તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:નવા કોરોનાના 280 કેસ,દાંતીવાડા BSF કેમ્પના ઇન્સપેક્ટર,6 જવાનો સંક્રમિત

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસા 103 પાલનપુર 83,દાંતા 18,થરાદ 18,દાંતીવાડા 15,ધાનેરા 12,લાખણી 8,વડગામ7, દિયોદર 6, કાંકરેજ 5, ભાભર 4,વાવ 1, 1મહિના બાદ 1નું મોત

બનાસકાંઠામાં નવા 280 કેસ નોંધાયા હતા.આરોગ્ય વિભાગની યાદી અને અધિકારીના જણાવ્યા મુજબ દાંતીવાડા બીએસએફ કેમ્પના કેમ્પના ઇન્સપેક્ટર,6 જવાનો સંક્રમિત બન્યા છે.જયારે 1નું જ મોત નિપજયું હતું. જિલ્લાની હોસ્પિટલમાંથી 171ને રજા અપાઈ હતી.

સૌથી વધુ ડીસામાં 103 કેસ નોંધાયા છે. પાલનપુર 83, દાંતા 18, થરાદ 18,દાંતીવાડા 15,ધાનેરા 12,લાખણી 8,વડગામ7,દિયોદર 6,કાંકરેજ 5,ભાભર 4,વાવ 1કેસ નોંધાયા હતા.જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે,જિલ્લામાં વેક્સિનેશન કામગીરીમાં જિલ્લો પ્રથમ ક્રમે છે.અહીં શનિવારે 3351લોકોને રસી આપવાંમાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા ,નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ,જે,દેસાઈ કોરોના સંકમિત થયા છે. ઉપરાંતઆજે નોંધાયેલ 280 કોરોના પોઝિટિવ કેસમાં દાંતીવાડા બીએસએફના સાત જવાનોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી બાજુ પાલનપુર તાલુકાના કાણોદર ગામના ગામલોકો દ્વારા નક્કી કરવામાં આવતા તારીખ 8 મે થી 18 મે સુધી 10 દિવસ સ્વંયભૂ લોકડાઉન ની જાહેર કરવામાં આવી હતી.જ્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ચાલુ રહેશે.

10 ટનની ઓક્સિજન ટેન્ક આવતાં પહેલી વાર 17 વેન્ટિલેટર શરૂ કરાયા
જિલ્લામાં બનાસ મેડિકલ કોલેજ અને બનાસડેરી દ્વારા 10 ટનની ટેન્ક શરૂ કરી દેવાઈ છે. શુક્રવારથી કાર્યરત થતાં કોરોના સંક્રમિત વધુ દર્દીઓને પ્રાણવાયુનો જરૂરી પુરવઠો મળશે. જ્યારે ડો. સુનિલ જોશીએ જણાવ્યું હતું કે " હાલ પહેલી વાર એવું બન્યું કે 17 દર્દીઓ અમે વેન્ટિલેટર પર લઈ શક્યા છીએ. એક વેન્ટિલેટર પાર પ્રતિ મિનિટ 40 થી 60 લીટર ઓક્સિજન જતો હોવાથી વેન્ટિલેટર શરૂ કરી શકતા નહોતા.જેના લીધે ગંભીર સ્થિતિ સર્જાઈ હતી."

ઉત્તર ગુજરાતમાં કોરોનાના 1082 કેસ, 36 મોત
બનાસકાંઠા : બનાસકાંઠામાં 280 કેસ નોંધાયા હતા. સામે 1નું મોત થયું હતું.
મહેસાણા : મહેસાણામાં 518 કેસ નોંધાયા હતા અને જિલ્લામાં 24 મોત થયા હતા.
સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં 107 કેસ અને ચારનાં મોત થયા હતાં.અરવલ્લીમાં 41 કેસ અને સાંતનાં મોત થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...