કોરોનાના ત્રીજા વેવ સામે તૈયારી:બનાસકાંઠાના 125 PHC સેન્ટરોમાં 2500 ઓક્સિજન બેડ તૈયાર કરાશે

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાળકોની હોસ્પિટલોને કોવિડમાં ફેરવાશે, આરોગ્ય વિભાગ પીડીયાટ્રીક તબીબોના સંપર્કમાં રહી આગોતરૂ આયોજન

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના પ્રથમ અને બીજા વેવમાં અસંખ્ય લોકો સંક્રમિત બન્યા હતા. હવે ત્રીજા વેવમાં બાળકો ઉપર કોરોનાનો ખતરો તોળાઇ રહ્યો હોવાની શક્યતાઓ હોઇ આરોગ્ય વિભાગ દ્વારા આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં અધિકારીઓ પિડીયાટ્રીક તબીબોના સતત સંપર્કમાં રહી આગામી સમયમાં ખાનગી હોસ્પિટલોને કોવિડમાં ફેરવવા સહિત ઓક્સિજનની જરૂરીયાત, બાળકોની ઇમ્યુનીટી સહિતના મુ્દે ચર્ચા- વિચારણા કરવામાં આવી રહી છે. જ્યાં જિલ્લાના 125 પીએચસી સેન્ટરોમાં 2500 ઓક્સિજન બેડ તૈયાર કરાશે

આ અંગે અધિકારીએ જણાવ્યું કે, બીજા વેવમાં જિલ્લામાં 8000 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂકયા છે. જ્યારે ત્રીજા વેવમાં 15 થી 16 હજાર કેસો નોંધાવાની શકયતાઓ છ. ત્યારે પિડીયાટ્રીક તબીબોના સતત સંપર્કમાં રહી આગામી સમયમાં ખાનગી હોસ્પિટલોને કોવિડમાં ફેરવવા સહિત ઓક્સિજનની જરૂરીયાત, બાળકોની ઇમ્યુનીટી સહિતના મુ્દે ચર્ચા- વિચારણા કરવામાં આવી રહી છે.

બનાસકાંઠા જિલ્લા એપેડેમિક ઓફિસર ડો. એન. કે. ગર્ગએ જણાવ્યું કે, જિલ્લામાં કોરોનાના ત્રીજા વેવની સંભાવનાઓ વચ્ચે 125 પીએચસી સેન્ટરોમાં 2,500 ઓક્સિજનના બેડ તૈયાર કરવામાં આવશે. જિલ્લામાં 27 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 759 સબ સેન્ટર, 3 એચ. ડી. સી અને 1 ડી. એચ. સેન્ટર કાર્યરત છે.

બનાસકાંઠામાં 67 કેસ 119 સાજા થયા
બનાસકાંઠા જિલ્લામાં ગુરૂવારે નવા 67 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ ડીસામાં 18 તેમજ પાલનપુરમાં 12, લાખણીમાં 11, દાંતામાં 5, સૂઇગામમાં 5,કાંકરેજમાં 5, ધાનેરામાં 3, દાંતીવાડામાં 3, ભાભરમાં 2, થરાદમાં 2 અને વડગામમાં 1 કેસ પોઝિટિવ આવ્યો હતો.જ્યાં જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ 119 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી.7958 લોકોએ કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી મુકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...