તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની બીજી લહેર:ત્રણ મહિના પછી કોરોનાના 24 કેસ

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પાલનપુરમાં 11, ધાનેરા 6, વડગામ 3, દાંતીવાડા 2, ડીસા 1, થરાદ 1, રામપુરા (ધુ) પ્રા.શાળાના બે શિક્ષકો પોઝિટિવ

બનાસકાંઠા જિલ્લામાં ત્રણ મહિના બાદ બુધવારે કોરોના વિસ્ફોટ થયો હતો. જ્યાં એક જ દિવસે જાન્યુઆરીથી માર્ચના અંતિમ દિવસોના રેકોર્ડબ્રેક 24 પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાં પાલનપુરમાં 11, ધાનેરા 6, વડગામ 3, દાંતીવાડા 2, ડીસા 1, થરાદ 1 કેસ નોંધાયો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા તમામ દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સર્વેની કામગીરી સધન બનાવવામાં આવી છે.

જિલ્લામાં ચૂંટણી પરિણામો બાદ આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાનું શરૂ કરતાની સાથે જ કોરોનાનું સંક્રમણ પુન: વધી રહ્યું છે. જ્યાં બુધવારે એક જ દિવસે જાન્યુઆરીથી માર્ચના અંતિમ દિવસોના રેકોર્ડબ્રેક 24 પોઝિટિવ કેસ આવ્યા હતા. આ અંગે ડો.એન. કે. ગર્ગે જણાવ્યું હતુ કે, પાલનપુરમાં 11, ધાનેરા 6, વડગામ 3, દાંતીવાડા 2, ડીસા 1, થરાદ 1 કેસ નોંધાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તમામ દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સર્વેની કામગીરી સઘન બનાવવામાં આવી છેે.

માર્ચના 24 દિવસમાં 93 કેસ નોંધાયા, કોરોના આંક સદીએ પહોંચવાના આરે
બનાસકાંઠા જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં ચૂંટણી પ્રક્રિયાને લઇ સર્વેની કામગીરી ઉપર રોક લગાવવામાં આવી હતી. જોકે, ચૂંટણી પરિણામો બાદ પુન: સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવતાની સાથે જ કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. જ્યાં 1 માર્ચથી 24 માર્ચ સુધીમાં અત્યાર સુધીમાં કુલ 93 પોઝિટિવ કેસ નોંધાઇ ચૂકયા છે. સદીને આરે પહોચેલા આ કેસોને લઇ પ્રજાજનો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિત કોવિના નિયમોનું પાલન કરે તેવી આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

રામપુરા (ધુ) પ્રાથમિક શાળાના બે શિક્ષકો પોઝિટિવ આવતાં હોમક્વોરન્ટાઈન કરાયા
દિયોદર તાલુકાના રામપુરા (ધુ)પ્રાથમિક શાળામાં ધોરણ 6ની એક વિદ્યાર્થીની કોરોના પોઝિટિવ આવી હતી. દરમિયાન બુધવારે દિયોદર તાલુકા હેલ્થ કચેરી દ્વારા શાળાના અન્ય વિદ્યાર્થીઓ શાળા સ્ટાફ તેમજ સંપર્કમાં આવેલ વાલીનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં કુલ 45 જેટલા ટેસ્ટમાંથી શાળામાં ફરજ બજાવતા બે શિક્ષકો કોરોના પોઝિટિવ આવતા તેઓને હોમ કવોરન્ટાઇન કરવાની સૂચના આપવામાં આવી હતી. આ અંગે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અશ્વિનભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ વર્તમાન સમયે પ્રાથમિક શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ રાખવામાં આવ્યું છે.
અરવલ્લી એસપી અને ડીવાયએસપી સંક્રમિત
અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને ડીવાયએસપી ભરત બસિયાના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં હડકંપ મચ્યો છે. જો કે, ડીવાયએસપીને બે દિવસ અગાઉ કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતુ.

ઉ.ગુ.માં કોરોનાના વધુ 70 કેસ
મહેસાણા| ઉત્તર બુધવારે એક દિવસમાં કોરોનાના 70 કેસ નોંધાયા હતા.જેમાં બનાસકાંઠા જિલ્લામાં બુધવારે એક જ દિવસે જાન્યુઆરીથી માર્ચના અંતિમ દિવસોના રેકોર્ડબ્રેક 24 પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાં પાલનપુરમાં 11, ધાનેરા 6, વડગામ 3, દાંતીવાડા 2, ડીસા 1, થરાદ 1 કેસ નોંધાયો હતો.

પાટણ| પાટણ જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 23 કેસ મળ્યા હતા, પાટણ શહેર 8, સિદ્ધપુર શહેરમાં 4, રાધનપુર : શહેર 2 અને તાલુકામાં 1,ચાણસ્મા તાલુકામાં 2,સરસ્વતી તાલુકામાં 2,સમી તાલુકામાં 2,હારીજમાં 1 મળી કુલ 23 કેસ નોંધાયા છે. મહેસાણા| મહેસાણા જિલ્લામાં બુધવારે 14 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. જે પૈકી 7 શહેરી અને 7 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા હતા.મહેસાણામાં 5, વિસનગરમાં 5, વિજાપુરમાં 2,કડીમાં 1 બહુચરાજીમાં 1 મળી કુલ 14 કેસ નોંધાયા છે. બીજી બાજુ 15 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી. હિંમતનગર| સાબરકાંઠા જિલ્લામાં બુધવારે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા હતા સામે વધુ 11 દર્દીઓ કોરોના લક્ષણ મુક્ત બનતા રજા આપવામાં આવી હતી. 9 પોઝિટિવ કેસમાંથી હોટ સ્પોટ હિંમતનગર સૌથી વધુ 6 જ્યારે ઇડર, પ્રાંતિજ અને વિજયનગરમાં એક-એક વ્યક્તિ સંક્રમિત થતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા સાથે જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 93 સુધી પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો