તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠામાં કોરોનાના 235 કેસ, 3નાં કોરોનાથી મોત

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં રસીકરણનો કાર્યક્રમ મુલતવી રખાયો, એકપણ વ્યક્તિને રસી ન અપાઈ
  • ડીસા 68, પાલનપુર 62 , સુઈગામ 20, દાંતા 17, કાંકરેજ 14, દિયોદર અને કાંકરેજમાં 11 કેસ

બનાસકાંઠા જીલ્લામાં શુક્રવારે 235 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેની સામે જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 100 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી. જ્યારે 3 દર્દીઓના મોત થયા હતા. રસીકરણનો કાર્યક્રમ મુલત્વી રખાયો હોઇ એકપણ વ્યકિતને રસી અપાઇ ન હતી.

જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 235 કેસ નોંધાયા હતા. જિલ્લા એપેડેમીક ઓફિસર ર્ડા. એન. કે. ગર્ગએ જણાવ્યું કે, નવા 235 કેસોમાં ડીસા 68, પાલનપુર 62 , સુઈગામ 20, દાંતા 17, કાંકરેજ 14 અને દિયોદર કાંકરેજ 11 મળી તમામ તાલુકાઓમાં દર્દી નોંધાયા હતા. જેની સામે જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 100 દર્દીઓ સાજા થતાં તેમને રજા અપાઇ હતી. જ્યારે 3 દર્દીઓના મોત થયા હતા. રસીકરણનો કાર્યક્રમ મુલત્વી રખાયો હોઇ એકપણ વ્યકિતને રસી અપાઇ ન હતી.

સી.એમની આજે કોરોના અંગે સમીક્ષા બેઠક
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સવારે 10.00 કલાકે કોર ગ્રુપના વરિષ્‍ઠ સચિવો સાથે પાલનપુર આવશે. જ્યાં કલેકટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને બનાસકાંઠા જિલ્લાની કોરોનાની પરિસ્થિતિનું આકલન કરીને સર્વગ્રાહી સમીક્ષા કરી સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપશે. રાજયના મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ર્ડા. જયંતિ રવિ ઉપસ્થિત રહેશે.

ઉ.ગુ.માં 881 કેસ,831 સાજા થયા
મહેસાણા જિલ્લામાં શુક્રવારે નવા 336 કેસ નોંધાયા હતા. તેની સામે 508 દર્દીઅો સાજા થતાં રજા અપાઇ હતી.

પાટણ જિલ્લામાં 105 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. સામે 72 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા હતા.

સાબરકાંઠા સાબરકાંઠાના 112 કેસ, અરવલ્લીના 93 કેસ સહિત કુલ 881 કેસ નોંધાયા હતા. જ્યાર 831 દર્દીઓને સાજા થયા છે.

અન્ય સમાચારો પણ છે...