સુચનો:બનાસકાંઠામાં 2324 અતિકૂપોષિત બાળકો, એક મહિના સુધી પરિણામ ન મળે એવા બાળકોની તબીબી સારવાર કરાવો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા બાળ વિકાસ મંત્રીએ બનાસકાંઠાની મુલાકાત લઈ જરૂરી સુચનો આપ્યા

બ.કા.માં બાળકો અને કિશોરીઓમાં કૂપોષણનું પ્રમાણ વધી રહ્યું છે. શનિવારે મહિલા અને બાળ વિકાસ મંત્રી જિલ્લાની મુલાકાતે હતા. આઇસીડીએસ વિભાગે પ્રેઝન્ટેશનમાં જણાવ્યું હતું કે જિલ્લામાં હાલ 8337 બાળકો અને 1099 કિશોરીઓ કૂપોષિતછે. એવું જાણવા જ મંત્રીએ અધિકારીઓને સમગ્ર જિલ્લાના બાળકોને કૂપોષણમાંથી બહાર લાવવા યોગ્ય દાક્તરી તપાસ માટે તાકીદ કરી હતી.

મહિલા અને બાળવિકાસના મંત્રી મનીષા વકીલ સમક્ષ આઇસીડીએસ વિભાગ દ્વારા કૂપોષણના આંકડા ઓ દર્શાવવામાં આવ્યા હતા જેમાં 9727 નાના બાળકો અને કિશોરીઓ કૂપોષણનો શિકાર હોવાનું જણાવાયું હતું. જિલ્લામાં બાળકો 6313 કૂપોષિત અને 2323 અતિ કુપોષિત તેમજ 11 થી 18 વર્ષ ની 1099 કિશોરીઓ કૂપોષિત છે. ત્યારે પાલનપુર કલેકટર કચેરી ખાતે મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજય મંત્રી મનીષાબેન વકીલે અધિકારીઓ અને તબીબો જોડે કૂપોષણને લઇ ચર્ચા કરી હતી.

અને બાળકની સમયસર ની દેખરેખ છતાં પણ પરિણામ ન મળે તો કરી તપાસ કરવાની ફરજ પરના અધિકારીઓને સૂચના આપી હતી મંત્રી ની મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના તબીબો પણ હાજર રહ્યા હતા અધિકારીઓ સાથે ચર્ચા પૂર્ણ કર્યા બાદ મંત્રી સહિતનો કાફલો પાલનપુર તાલુકાના બાદરપુરા ખાતે આવેલ ટેક હોમ રાશન પ્લાન્ટની મુલાકાત લઇ બાળકો અને સગર્ભા માતાઓ માટે બનાવવામાં આવતી વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું.

જિલ્લાને કૂપોષણ મુક્ત બનાવવા પ્લાનીંગ
"જિલ્લાને કૂપોષણ મુક્ત બનાવવા માઇક્રો પ્લા નીંગ કરવામાં આવ્યું છે. જેમાં આંગણવાડી કાર્યકરો દ્વારા કુપોષિત બાળકો અને કિશોરીઓની નિયમિત રૂબરૂ મુલાકાત લઇ અમૂલ સ્પ્રે પાવડર અને અમૂલ પ્રો પ્રોટીન પાવડર લાભાર્થીઓને પીવડાવવા તથા સઘન દેખરેખ સહિતની વ્યવસ્થા ગોઠવાશે. નિયમન અને દેખરેખ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી નોડલ અધિકારીઓની પણ નિમણુંક કરવામાં આવી છે.આનંદ પટેલ કલેકટર

અન્ય સમાચારો પણ છે...