તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કોરોનામાં મોતને ભેટલા લોકોના પરિવારને 2.3 લાખની સહાય

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં બનાસકાંઠા ધાણધાર વણકર સમાજની અનોખી પહેલ

બનાસકાંઠાના ધાણધાર વણકર સમાજ દ્વારા મિટિંગ યોજી એક નિર્ણય કરવામા આવ્યો હતો. જેમાં કોરોનામાં જેમના મુત્યુ થયા છે તેવા 23 પરિવારોને ઘરદીઠ રૂ.10000 ની સહાય કરવામાં આવી હતી. જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં ઘણા પરિવારોએ પોતાના મોભી ગુમાવ્યા છે. તો કોઈએ પિતા તો કોઈએ માતા ગુમાવી છે ત્યારે પોતાનો સમાજ આગળ આવી મદદ કરી રહ્યો છે. જ્યાં બનાસકાંઠા ધાણધાર વણકર સમાજ દ્વારા પોતાના સમાજમાં જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે. એવા પરિવારો માટે દાતાઓના સહયોગથી ફંડ એકત્ર કરી સમાજની વિધવા બહેનો, નિરાધાર અને જરૂરિયાતમંદ 23 જેટલા પરિવારોને ઘરદીઠ રૂ.10,000 ની સહાય કરી કુલ રૂ.2.3 લાખની સહાય કરવામાં આવી હતી.

જ્યાં મિટિંગમાં ડૉ.બી.ડી.બસ્વેચા, દુધાભાઈ પરમાર, કાળુભાઇ તલાટી, ડૉ. વિરાભાઈ ડાભી, કુંદનભાઈ પરમાર, સુરેશભાઈ ડાભી, નાથાભાઇ મકવાણા, નરસિંહભાઈ, ખેમચંદભાઈ સોલંકી, દેવાભાઈ સોલંકી, અમરાભાઈ પરમાર, રામજીભાઈ ડાભી, હેમાભાઈ લખડોદા, પી.કે. ડાભી, કાનજીભાઈ ડાભી, ચંપકભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પરમાર, ગુલાબભાઈ સોલંકી હાજર રહ્યા હતા. તેમજ સરકારી યોજનાઓની પ્રોસેસ માટે સેવાભાવી વકીલ પ્રકાશભાઈ ધારવા, રાજુભાઇ પરમાર અને બેન્ક વીમા માટે કિરીટભાઈ સોલંકીએ વિનામૂલ્યે તમામ કામ કરી આપવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...