તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પાલનપુરના ભાગળ ગામમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ 22 દબાણો હટાવાયાં

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરના ભાગળ (જ.) ગામે લેન્ડ ગ્રેબિંગના કાયદા તળે પોલીસ બંદોબસ્ત સાથે 22 જેટલા દબાણો દૂર કરાયા. - Divya Bhaskar
પાલનપુરના ભાગળ (જ.) ગામે લેન્ડ ગ્રેબિંગના કાયદા તળે પોલીસ બંદોબસ્ત સાથે 22 જેટલા દબાણો દૂર કરાયા.
 • અરજી કરનાર ખુદ દબાણકાર,જિ.પંચાયતનો સ્ટે લાવતા દબાણ તોડવાનું મોકૂફ રખાયુ
 • રસ્તામાં આવતા અડચણરૂપ સંડાસ બાથરૂમ તોડી પાડી દબાણો દૂર કરાયાં

પાલનપુર તાલુકાના ભાગળ ગામે ખાનાભાઇ પરમાર દ્વારા કલેકટર ઓફિસમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ લેખિત અરજી કરવામાં આવી હતી જેના અનુસંધાને પાલનપુર તાલુકા પંચાયત દબાણ શાખા દ્વારા બુધવારે દબાણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં 22 જેટલા રસ્તામાં આવતા અડચણરૂપ સંડાસ બાથરૂમ તોડી પાડી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જેમાં અરજી કરનાર ખુદ દબાણ ધરાવે છે પરંતુ પોતે જિલ્લા પંચાયતનો સ્ટે લાવતા તેમનું દબાણ મોકૂફ રખાયુ હતું.

પાલનપુરના ભાગળ ગામે બુધવારે લેન્ડ ગ્રેબિંગની અરજી મળતાની સાથે તાલુકા પંચાયતના દબાણ શાખા તેમજ તંત્ર દોડી આવ્યું હતું જેમાં ભાગળ ગામે મામલતદાર તેમજ તાલુકા પોલીસના બંદોબસ્ત સાથે દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં રસ્તામા આવતા 22 જેટલા દબાણો દૂર કરાયા હતા જેમાં કાચા તેમજ પાકા સંડાસ બાથરૂમ તોડી પડયા હતા .આ બાબતે ભાગળ જગાણાના તલાટી કે એમ ગલચરે જણાવ્યું હતું કે "ગામના ખાનાભાઇ બીજોલભાઈ પરમારે અગાઉ કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ લેખિત અરજી કરવામાં આવી હતી જેના અનુસંધાને બુધવારે તાલુકાની ટિમ,મામલતદાર,તેમજ તાલુકા પોલીસ ને જોડે રાખી દબાણ હટાવાયું હતું જેમાં અરજી કરનાર દબાણ ધરાવતા હોવા છતાં જિલ્લા પંચાયતમાંથી સ્ટે લાવતા તેમનું દબાણ મોકૂફ રખાયું હતું .

દબાણમાં બોક્સ
કોના કોના દબાણ હટાવાયા
1.સોલંકી ગોવાભાઈ મનજીભાઇ
2.પરમાર ખાનાભાઇ બીજોલભાઈ
3.સોલંકી મહેન્દ્રભાઈ કરશનભાઇ
4.સોલંકી કરશનભાઇ કાનજીભાઈ
5.સોલંકી ખાનાભાઇ ખુશાલભાઈ (અરજદાર)
6.સોલંકી વસંતભાઈ મનજીભાઇ
7.સોલંકી બાબુભાઇ મનજીભાઇ
8.સોલંકી શિરીષભાઈ વાલજીભાઇ
9.સોલંકી દુધાભાઇ મૅઠાભાઇના વારસદારો
10.સોલંકી મહેન્દ્રભાઈ વાલજીભાઇ
11.સોલંકી તળશીભાઈ મૅઠાભાઈના વારસદારો
12.સોલંકી સવાભાઈ વશરામભાઇના વારસદારો
13.સોલંકી દેવાભાઇ વશરામભાઇ
14.સોલંકી નરસિંહભાઇ વસરામભાઇના વારસદાર
15.મેમાયા મોં.હારૂન
16.મેમાયા યુનુશભાઈ ઈબ્રાહીમ
17.મેમાયા મોં.ઉસ્માન ઇબ્રાહિમના વારસદારો
18.મેમાયા મોં.ફારૂફ ઇબ્રાહિમ
19.મેમાયા ઈસ્લાઇમભાઈ મોહમદભાઈ
20.ઠાકોર ઈશ્વરજી બાબુજીનાં વારસદારો
21.ઠાકોર ધીરાજી રેવાજી
22.થરાદરા રિજ઼વાનભાઈ ઇબ્રાહીમભાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો