તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:પાલનપુરમાં ફાયર સેફ્ટી NOC માટેના કેમ્પમાં 269 અરજી પૈકી 209ને મંજૂરી

પાલનપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરના નવા ટાઉનહોલમાં ફાયર એનઓસી માટે ફાઈલો ચકાસણી કરવામાં આવી હતી. - Divya Bhaskar
પાલનપુરના નવા ટાઉનહોલમાં ફાયર એનઓસી માટે ફાઈલો ચકાસણી કરવામાં આવી હતી.
 • પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, થરા અને ભાભરમાંથી હોસ્પિટલો, સ્કુલોના પૂરતા ડોક્યુમેન્ટ કે સુવિધા વગરની 60 અરજીઓ પેન્ડીંગ

બનાસકાંઠા જિલ્લાના પાંચ શહેર પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા થરા અને ભાભરમાં હોસ્પિટલો અને સ્કુલોની આવેલી ફાયર સેફ્ટી એન.ઓ.સી માટે આવેલી 269 અરજી ફાઇલોની ગાંધીનગર ઝોન રીઝનલ ફાયર ઓફિસરની ટીમ દ્વારા ચકાસણીના અંતે 209 સંસ્થાને ફાયર સેફ્ટી એન.ઓ.સીની મંજૂરી આપી હતી. જ્યારે સાધનો કે પુરતા ડોક્યુમેન્ટ વગરની 60 જેટલી અરજીઓ પેન્ડિંગ રહી હતી. આવી સંસ્થાઓને હવે પૂરતા માર્ગદર્શન સાથે ફાયર વ્યવસ્થા અને દરખાસ્ત કરવામાં પાલિકા તંત્ર કામે લાગશે.

પાલનપુરના નવનિર્મિત ટાઉનહોલ ખાતે ગુરુવારે સવારે 8થી સાંજે 6 સુધી હોસ્પિટલો અને સ્કુલોને ફાયર એન.ઓ.સી માટેનો કેમ્પ યોજાયો હતો. જેમાં અગાઉથી પાંચ પાલિકા સ્તરે હોસ્પિટલ અને સ્કુલ સંચાલકોએ કરેલ વ્યવસ્થા મુજબ ડોક્યુમેન્ટ સાથે અરજીઓ સ્વીકારી લેવાઇ હતી અને ગુરુવારે જેતે પાલિકાએ વિસ્તારની દરખાસ્તો કેમ્પમાં રજુ કરી હતી. ગાંધીનગર પ્રાદેશિક કચેરીના ફાયર ઓફિસર મહેશ મોઢ બપોર સુધી ઉપસ્થિત રહી શક્યા ન હતા.

જોકે ફાયર વિભાગની ટીમે વિવિધ ફાઇલોમાં ડોક્યુમેન્ટ અને સુવિધાઓની ચકાસણી કરાઇ હતી.જ્યાં પર્યાપ્ત ફાયર સેફ્ટી સુવિધાની સ્થળ ચકાસણી થઇ હતી તેવી સંસ્થાઓને એન.ઓ.સીના સ્પષ્ટ અભિપ્રાય આવતા મંજૂર કરી હતી. 5 શહેરમાં કુલ 209 હોસ્પિટલ-શાળાઓને એન.ઓ.સી મંજૂર કરાઇ હતી. જે હવે ગાંધીનગર કચેરીએ એન.ઓ.સી સર્ટી તૈયાર કરીને નજીકના દિવસોમાં મળવાપાત્ર સંસ્થાને મોકલી આપશે.

પાલનપુર ચીફઓફીસર સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, એક જ દિવસના કેમ્પમાં જિલ્લામાં 209 હોસ્પિટલો-સ્કુલોની ફાયર એન.ઓ.સી મંજૂર કરાઇ છે. ફાયરની એકાદ સિસ્ટમ કે ડોક્યુમેન્ટ બાકી હોય તેવી માર્ગદર્શન આપીને 60 પેન્ડિંગ અરજીઓને એકાદ મહિનામાં પૂર્તતા કરવાની રહેશે.

કેમ્પમાં મંજુર કરાયેલા અરજી
પાલિકાઅરજીમંજૂરી
પાલનપુર7363
ડીસા11076
થરાદ3528
ધાનેરા2317
થરા77
ભાભર2118
કુલ269209

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો