આકાશમાંથી વરસતા અગનગોળા ડેમ અને તળાવોમાં રહેલા પાણીને સુકવી રહ્યા છે અને પાણીનો ઉપયોગ થયા વિના જ પાણી ઉડી રહ્યું છે. પાલનપુર સિંચાઇ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે ગરમીના લીધે રોજનું 35 લાખ લીટર પાણી એકલા દાંતીવાડા ડેમમાંથી બાષ્પીભવન થઈ રહ્યું છે. જેના પગલે માત્ર બે મહિનામાં 20 કરોડ 60 લાખ લીટર પાણી બાષ્પીભવન થઈ ગયું છે."
ડેમમાંથી પાણી બાષ્પીભવન થવાની સાથે સાથે કિનારા વિસ્તારનું પાણી જમીનમાં શોષાય છે. આ ઉપરાંત બાષ્પીભવન માટે કેટલાક મહત્વના કારણો જવાબદાર છે.જેમકે સપાટીનો એરિયલ વિસ્તાર, પ્રવાહીની ઘનતા અને ઘટતા, વાતાવરણનું ઉષ્ણતામાન, ભેજનું પ્રમાણ અને સંગ્રહ તેમજ હવાની ગતિ પર બાષ્પીભવનની પ્રક્રિયાનો દારોમદાર રહેલો છે.
બીજીતરફ પાલનપુર પાલિકાના પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરમાં રોજ એક કરોડ લિટર પાણીનો વપરાશ થાય છે ત્યારે સમજી શકાય છેકે દાંતીવાડા ડેમમાંથી બાષ્પીભવન થયેલું પાણી પાલનપુર શહેરના લોકોને 21 દિવસ ચાલતું. જોકે પાલનપુર શહેર ને ધરોઈ ડેમમાંથી પાઇપલાઇન દ્વારા રોજ અંદાજીત 10 એમએલડી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.