ફરિયાદ:પાલનપુર ડમ્પિંગ સાઇટના ધૂમાડાથી 20 સોસા. અને 2 ગામોના લોકોના આરોગ્ય સામે ખતરો

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આગના લીધે પ્રદૂષણ વધતા આસપાસના લોકો પરેશાન થઈ ઊઠ્યા છે. - Divya Bhaskar
આગના લીધે પ્રદૂષણ વધતા આસપાસના લોકો પરેશાન થઈ ઊઠ્યા છે.
  • રોજ રાત્રે આગ કેવી રીતે લાગે છે તેને લઈ રહસ્ય,પાલિકાએ કહ્યું ગરમીથી આગ લાગે છે
  • ધૂમાડાથી કંટાળેલા રહીશો હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરશે

પાલનપુર શહેરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ પર છેલ્લા કેટલાક દિવસોથી આખી રાત ધુમાડો નીકળે છે જેના લીધે 20 સોસાયટીના રહીશો અને 2 ગામોના લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં આ મામલે ફરિયાદ કરશે રાત્રિના સમયે કેટલાક લોકો અહીં આગ લગાવી જાય છે હાલ આગના લીધે પ્રદૂષણ વધતા આસપાસના લોકોએ રાત્રિના સમયે ધાબા પર ચાલવાનું માંડી વાળ્યું છે.

માલણ દરવાજા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ છે 40 વર્ષથી એક જ જગ્યાએ નગરપાલિકા દ્વારા કચરો ઠલવાતા માલણ દરવાજાથી રામપુરા ચોકડી સુધી જવાનો માર્ગ સદંતર બંધ થઈ ગયો છે જોકે માર્ગ બંધ થઈ જવાની ફરિયાદ કરતા રોજ રાત્રે ડમ્પિંગ સાઇટમાં આગ લગાવવાના મુદ્દે મામલો વધુ ગરમાયો છે આસપાસ રહેતા લોકોએ ડમ્પિંગ સાઈડ પરથી પ્રદૂષણ ફેલાવવાના મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં ઓનલાઈન ફરિયાદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે ત્રણેક મહિનાથી ડમ્પિંગ સાઇટ પર રોજ સાંજ પડતા કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા આગ લગાડવામાં આવે છે જેનો ધુમાડો આખી રાત અડધા શહેરની ઉપર મંડરાયેલો રહે છે. શક્તિનગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈએ જણાવ્યું કે" હું પહેલા જમીને હાઇવે ઉપર વોકિંગ કરવા જતો હતો પરંતુ ટ્રાફિક વધતા ધાબા ઉપર જ વોકિંગ કરીએ છીએ પરંતુ વિચિત્ર દુર્ગંધ આવતી હોવાથી ધાબા પર વોકિંગ કરવાનું ટાળીએ છીએ.

માલણ દરવાજા વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે પાલિકામાં અગાઉ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ ક્યારેય પણ અહીં સુરક્ષા કર્મીઓ મૂકવામાં આવ્યા નથી કે આસપાસ કોટ કરાયો નથી. પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવનાર એજન્સી દ્વારા અહીં સાઇટ પર કચરો નાખવામાં આવે છે પરંતુ વાહનો ઉપર જતા ન હોવાથી આસપાસમાં જ કચરો નાખી દે છે જેના લીધે અવર જવર બંધ ગઈ છે. જેથી હવે અમે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં ઓનલાઈન ફરિયાદ કરીશું.

તો બીજી તરફ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે કચરાનો ઢગલો 35 થી 45 ફૂટ ઊંચો હોવાથી વધુ પડતી ગરમીના લીધે અવારનવાર આગ લાગવાની ઘટના બને છે આગામી સમયમાં અહીં બોર બનાવી પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવીશું.

20 સોસાયટી અને બે ગામને અસર
માલણ દરવાજા વિસ્તાર, પ્રધાનમંત્રી આવાસ, રામપુરા ગામ અંબાજી હાઈવે, બ્રહ્મપુરી સોસાયટી, તિરૂપતિ નંદ વિહાર, ગોકુળ નગર સોસાયટી, ઝાંઝર

રામપુરા ગામ
66 કેવી સબ સ્ટેશન વસાહત, ઝમઝમ સોસાયટી, મફતપુરા વિસ્તાર, રબારી કોલોની, કમાલપુરા, પરપોટાવાસ, પોલિટેકનિક કોલેજ વિસ્તાર

સદરપુર ગામ,
કંથેરીયા હનુમાન વિસ્તાર, વડલી વાળુ પરું, ભાગ્યોદય સોસાયટી વિસ્તાર, શક્તિનગર, શિવ નગર, બ્રિજેશ્વર કોલોની

અન્ય સમાચારો પણ છે...