ટેક્નિકલ કારણોસર:વાહનના બુકિંગમાં 20 ટકાનો ગ્રોથ, ડિલિવરી દિવાળી પછી

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાં નવરાત્રીના શુભ દિવસોમાં લોકો નવું વાહન ખરીદવા માટે શોરૂમમાં બુકીંગ કરાવી રહ્યા છે. જોકે, કારની ચિપ્સના ટેક્નિકલ કારણોસર ડિલિવરી ન મળતાં વેઇટીંગ ચાલી રહ્યું છે. પાલનપુરમાં ઓટોમોબાઈલ્સ ક્ષેત્રમાં કોરોના ને કારણે છેલ્લા બે વર્ષથી વાહનોને ખરીદીમાં ઘટાડો નોંધાયો હતો. જોકે કોરોના ના કેસો ઘટ્યા પછી બજારમાં પુનઃ તેજી આવી છે.

પરીણામે શુભ તહેવારોમાં લોકો પોતાના ઘરે નવા વાહનો વસાવી રહ્યા છે. રક્ષાબંધન, જન્માષ્ટમી બાદ હવે નવરાત્રીમાં પણ લોકો વાહન ખરીદી રહ્યા છે. જોકે, પાલનપુરમાં પણ નવરાત્રી પર્વને લઇ નવા વાહનોનું બુકીંગ થઇ રહ્યું છે.

આ અંગે શો રૂમના સુત્રોએ જણાવ્યું હતુ કે, ગતવર્ષ કરતાં ફોર વ્હિલર વાહનોના બુકિ઼ગમાં 20 ટકાનો ગ્રોથ છે. જોકે, કારની ચિપ્સના ટેકનીલક કારણોસર વાહનોની ડિલીવરીમાં વેઇટીંગ ચાલી રહ્યું છે. જેથી એક વાહનના બુકીંગ પછી તેની ડિલીવરી દોઢથી બે માસ પછી મળી રહી છે. ગ્રાહક નવરાત્રીમાં વાહનનું બુકીંગ કરાવે તો તેની ડિલિવરી દિવાળી પછી મળશે.

અન્ય સમાચારો પણ છે...