તૃતિય સમૂહલગ્નોત્સવ:માલણમાં ઠાકોર સમાજના સમૂહલગ્નોત્સવમાં 20 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં

પાલનપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગિયાર ગોળ ઠાકોર સમાજ ટ્રસ્ટ, માલણ દ્વારા તૃતિય સમૂહલગ્નોત્સવ

પાલનપુર તાલુકાના માલણ ગામે અગિયાર ગોળ ઠાકોર સમાજ ટ્રસ્ટ, માલણ દ્વારા સોમવારે તૃતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 20 દંપતિઓએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓએ દીકરીઓને અભ્યાસ કરાવવા ઉપર ભાર મુકી સમાજમાંથી કુરિવાજો ત્યજવા માટે હાકલ કરી હતી.

માલણ ગામે સોમવારે અગિયાર ગોળ ઠાકોર સમાજ ટ્રસ્ટ, માલણ દ્વારા તૃતિય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 20 દંપતીઓએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત નંદાજી ઠાકોર, કેશાજી ચૌહાણ, ડો. જગદીશભાઇ ઠાકોર, પીનલબેન ઠાકોર, મેરૂજી ધુંખ, ફતાજી પરમાર સહિત અગ્રણીઓએ સમાજમાં ખોટા ખર્ચ બંધ કરી સમૂહલગ્નોત્સવ ઉજવવા, સામાજીક ખર્ચ ઓછા કરી શિક્ષણને પ્રાધાન્ય આપવા હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...