તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેનાલમાં ગાબડુ:બનાસકાંઠાના ઢીમા પાસે કેનાલમાં 20 ફૂટનું ગાબડુ પડતા પાણી ઉભા પાકમાં ફરીવળ્યું, ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું

પાલનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તંત્રની બેદરકારીના કારણે કેનાલમાં ગાબડા પડી રહ્યાં હોવાના ખેડૂતનો ગંભીર આક્ષેપ

બનાસકાંઠાના ઢીમા પાસે આજે ફરી એકવાર કેનાલમાં ગાબડું પડતાં કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેમાં ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે. દર વર્ષે જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે કેનાલો કાગળના પત્તાની જેમ તૂટી જાય છે. આજે પણ કેનાલમાં પાણી છોડતાની સાથે જ ઢીમા પાસે આવેલ કેનાલમાં 20 ફૂટનું ગાબડુ પડ્યું હતું. ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.

કેનાલની બાજુમાં જ રાયમલ પટેલનું ખેતર આવેલું છે. અને તેમાં એરંડાનો પાક તૈયાર થઇ ગયો હતો. રાયમલે જણાવ્યું હતું કે આ કેનાલમાં સામાન્ય બાકોરું પાડ્યું હોવાના સમાચાર ત્રણ દિવસ અગાઉ નર્મદા વિભાગના અધિકારીઓને આપ્યા હતા. પરંતુ ત્રણ દિવસ સુધી તેમની વાત ધ્યાને ન લેતા આખરે આ બાકોરાના કારણે 20 ફૂટનું ગાબડું પડ્યું હતું. અને લાખો લીટર પાણી વેડફાઇને ખેતરોમાં ફરી વળતા ખેડૂતને નુકશાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો