તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધિ:વર્ષે 79 હજાર કિલો મધનું ઉત્પાદન કરતા બ.કાં.ના 20 ખેડૂતો

પાલનપુર2 મહિનો પહેલાલેખક: જિતેન્દ્ર પઢિયાર
 • કૉપી લિંક
ગેળાનો ખેડૂત મધ ઉછેરમાં વર્ષે 10 લાખનો નફો રળી રહ્યો છે. - Divya Bhaskar
ગેળાનો ખેડૂત મધ ઉછેરમાં વર્ષે 10 લાખનો નફો રળી રહ્યો છે.
 • વડાપ્રધાને ‘મન કી બાત’ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાના મધ ઉત્પાદનની નોંધ લીધી

બનાસકાંઠાના ખેડૂતો ખેતી, પશુપાલન સાથે મધુરક્રાંતિ ક્ષેત્રે પણ સારો એવો વિકાસ કરી રહ્યા છે. 20 ખેડૂતો મધનું વર્ષે 79 હજાર કિલો ઉત્પાદન કરી લાખો રૂપિયા કમાઇ રહ્યા છે. આ અંગે વડાપ્રધાને રવિવારે પોતાની ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ મધ ઉત્પાદનની નોંધ લીધી છે.

બનાસડેરી દ્વારા મધ પ્રોજેક્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 2016માં શુભારંભ કર્યો હતો. અત્યારે જિલ્લામાં 20 જેટલા ખેડૂતો દ્વારા 6 હજાર બોક્સમાં મધનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ ખેડૂતો દ્વારા ગયા વર્ષે 79 હજાર કિલો મધનું ઉત્પાદન કરાયું હતું. આ મધ ડેરી દ્વારા 150 રૂપિયે કિલો ખરીદવામાં આવી રહ્યું છે. જે મધનું ડેરી પ્રોસસીંગ કરીને બજારમાં વેચે છે. રવિવારે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મધુરક્રાંતિની નોંધ લીધી હતી. જેમાં તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતના બનાસકાંઠામાં વર્ષ 2016માં એક આયોજન થયું હતું. તે કાર્યક્રમમાં મેં લોકોને કહ્યું કે, અહિં એટલી બધી શક્યતા છે, તો શા માટે બનાસકાંઠા અને આપણા અહિંના જ ખેડૂતો મધુરક્રાંતિનું નવું પ્રકરણ ન લખે ? અને તમને જાણીને આનંદ થશે કે, આટલા ઓછા સમયમાં બનાસકાંઠા મધ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.

ખેડૂત ભરતભાઇએ જણાવ્યું હતું કે, મધ ઉછેરમાં આમ તો કોઇ વધુ મજૂરી નથી પરંતુ રોજ સવારે દરેક પેટીની સફાઇ કરવી પડે છે. તેમજ પેટીમાં રહેલી એક રાણી માખીની સંભાળ લેવી પડે છે. રાણી માખી વગર મધ ઉછેરનો વિકાસ શક્ય નથી. એક પેટીમાં એકથી વધુ રાણી માખી ના ભરાઇ જાય તેનું પણ ધ્યાન રાખવું પડે છે.’

નવો રાહ ચિંધ્યો અને લાખો કમાયા
2018માં બનાસડેરીના સહયોગથી 50 બોક્સથી મધ ઉછેરની શરૂઆત કરી હતી. અત્યારે 500 બોક્ષ છે. ગયા વર્ષે 10 લાખનું બનાસ ડેરીમાં જ્યારે 5 લાખનું બહાર વેચાણ કરી વર્ષે 15 લાખની આવક મેળવી હતી. જેમાં અંદાજે વાર્ષિક ખર્ચ 5 લાખ થયો છે. જેથી 10 લાખ નફો મળ્યો હતો. આમ મોદી સાહેબએ અમને જે નવો રાહ ચિંધ્યો છે તેમાં અમને ફાયદો થયો છે અને અત્યારે લાખો કમાઇ રહ્યા છીએ.ભરતભાઇ કરશનભાઇ રાજપૂત (રહે.ગેળા,)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો