તકલીફ:કુંભાસણ ગામનાં 20 પરિવારો ત્રણ કિમી ચાલીને ઊંટલારીમાં પાણી ભરવા મજબૂર

ગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કુંભાસણ ગામનાં 20 પરિવારો ત્રણ કિમી ચાલીને ઊંટલારીમાં પાણી ભરવા મજબૂર

પાલનપુર તાલુકાનાં કુંભાસણ ગામે ગામથી ત્રણ કિલોમીટર દૂર અગાઉ ગ્રામ પંચાયતે પરા વિસ્તારમાં ગરીબ પરિવારોને પ્લોટ ફાળવ્યા હતાં.જ્યાં પીવાનાં પાણીની કોઇ વ્યવસ્થા કરાઇ નથી. જ્યાં હાલ રહેતાં 20 પરિવારો 3-3 કિલોમીટર રસ્તે ચાલીને ગામમાં આવેલ પાણીની પરબ ઉપર પાણી ભરવા મજબૂર બન્યાં છે. જો કે ગ્રામ પંચાયતના સરપંચ ત્યાં નવીન બોર મંજુર થઇ ગયો હોવાનું જણાવી રહ્યાં છે.

કુંભાસણથી સુંઢા જતાં માર્ગ ઉપર બનાવેલ વસાહતોમાં રહેતા ગરીબ પરિવારના લોકો આવી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ 3 કિલોમીટર ચાલીને ઊંટગાડીમાં પાણી લઇ જઇ પોતાનું પેટિયું રળી રહ્યાં છે. આ અંગે કાંતાબેન દેવીપૂજકે જણાવ્યું હતું કે ‘અમો 3 વર્ષથી અહીંયા રહીએ છીએ. ગ્રામ પંચાયત અમારા માટે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા કરી નથી. મારા પરિવારમાં 15 લોકો છે. જ્યાં ત્રણ કિલોમીટર ચાલીને અમો પાણી લઇ જઈએ છીએ.

આ અંગે સરપંચ ધીરુભાઈ મોદીએ જણાવ્યું કે ‘આ સમસ્યા મારા આવ્યા પહેલાં પંદર વર્ષથી છે. જોકે અમોએ આ જગ્યાએ પાલનપુર ધારાસભ્યના પ્રયાસોથી ત્યાં નવીન બોર મંજુર કરાવ્યો છે. કોરોનાને લઇ તે લોકફાળો ભરાયો નથી. દસથી પંદર દિવસમાં તે ભરીને ત્યાં નવીન બોર બનાવી સમસ્યા હલ કરી દેશું.

અન્ય સમાચારો પણ છે...