તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:છાપીના ઓટો કન્સલ્ટ સાથે છેતરપિંડી કરીને 4 કાર લઇ જનાર માલણના 2 શખ્સો ઝડપાયા

છાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાપી પોલીસે ત્રણ કાર ઉનાવા તેમજ એક પાટણથી કબ્જે કરી

વડગામ તાલુકાના છાપી હાઇવે સ્થિત અલગ-અલગ ઓટો કન્સલ્ટના વેપારીઓ સાથે છેતરપિંડી કરી ચાર કાર લઇ જનાર પાલનપુર તેમજ માલણ ગામના બે ઈસમોની છાપી પોલીસે અટકાયત કરી ચાર કાર કબ્જે લીધી હતી.

છાપી પીએસઆઇ એસ.ડી.ચૌધરી દ્વારા મળતી હકીકત મુજબ પાલનપુરના હારુન હુસેન નાગોરી તેમજ માલણ ગામના વિષ્ણુભાઈ દિનેશભાઇ રાવલે છાપી હાઇવે ઉપર આવેલ સહિયોગ ઓટો કન્સલ્ટમાંથી ટોકન આપી બાનાખત કરી કાર લઈ જઈ બાકીની રકમ ન આપી છેતરપીંડી કરતા વાહનોનો વેપાર કરતા જાકિરભાઈ ગુલામભાઈ મેમણે છેતરપીંડી કરનાર બે ઈસમો વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ છાપી પીએસઆઇ એસ.ડી.ચૌધરી દ્વારા સ્ટાફ સાથે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં બાતમીના આધારે છેતરપીંડી આચરનાર બન્ને આરોપીઓની છાપી હાઇવેથી અટકાયત કરી હતી. જ્યારે અટકાયત કરાયેલ આરોપીઓની પૂછપરછમાં મળેલ હકીકત આધારે છેતરપિંડી કરી લઈ ગયેલ કારો પૈકી ત્રણ કારો ઉનાવાથી તેમજ એક કાર પાટણથી કબ્જે કરી કુલ રૂ.8.40 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જોકે છાપી પોલીસની કામગીરીને લઇ ગુનાખોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...