તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • 2 Persons From Palanpur Took The Car And Did Not Pay The Remaining Rs 1.40 Lakh, The Owner Of The Auto Consult Filed A Complaint Of Fraud Against Both The Persons.

છેતરપિંડી:પાલનપુરના 2 શખ્સોએ બાનાખત કરી કાર લઈ બાકીના રૂ.1.40 લાખ ન ચૂકવ્યા, ઓટો કન્સલ્ટના માલિકની બંને શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ

છાપી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર તેમજ માલણ ગામના બે શખ્સો ભેગા મળી છાપી હાઇવે ઉપર આવેલ ઓટો કન્સલ્ટની ઓફીસમાંથી બાનાખત કરી રોકડા 30 હજાર આપી કાર ખરીદી બાકીના રૂ.1.40 લાખ ન આપી ઠગાઈ કરતા બન્ને શખ્શો વિરુદ્ધ ઓટો કન્સલ્ટના માલિકે બુધવાર છાપી પોલીસ મથકે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

છાપી હાઇવે સ્થિત સહિયોગ ઓટો કન્સલ્ટમાં 20 દિવસ પૂર્વે પાલનપુરના હારુનભાઈ હુસેનભાઈ નાગોરી તેમજ માલણ ગામના વિષ્ણુભાઈ દિનેશભાઇ રાવલ કાર ખરીદવા આવ્યા હતા. દરમિયાન એક કાર ગમતા કારની રૂ.1.70 લાખ કિંમત નક્કી કરી રૂ.30 હજાર રોકડા બાનામાં આપી અને બાકીની રકમ 3 હપ્તે આપવાનું નક્કી કરી બાનાખત કરી કાર લઈ ગયા હતા.

જોકે વાયદા મુજબ બાકીની રકમ રૂ.1.40 લાખ ન આપી ઉઘરાણી માટે ઓટો કન્સલ્ટના માલિકે વારંવાર ફોન કરવા છતાં વાયદા મુજબ બાકીની રકમ ન આપી અને કહેલ કે અમારી પાસે પૈસા નથી અને વારંવાર ઉઘરાણી કરવી નહીં તમારાથી જે થાય તે કરી લો અમોએ કાર વેચી દીધેલ છે. જેથી ઓટો કન્સલ્ટના માલિક જાકિરભાઈ ગુલાબભાઈ મેમણને પોતાની સાથે ઠગાઈ થયાનું જણાતાં છાપી પોલીસ મથકે બન્ને શખ્સો સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.

આ બંને શખ્સોએ અગાઉ પણ ઠગાઈ આચરી હતી
ઠગાઈનો ભોગ બનનાર જાકિરભાઈ મેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઠગાઈ કરનાર હારુનભાઈ નાગોરી તેમજ વિષ્ણુભાઈ રાવલે અગાઉ છાપી હાઇવે ઉપર આવેલ વેલકમ ઓટો કન્સલ્ટ તેમજ સહારા ઓટો કન્સલ્ટમાંથી પણ બાનાખત કરી બે કાર લઈ જઈ ઠગાઈ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...