વરસાદ:બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં 2 ઈંચ, સુઇગામમાં 1 ઈંચ વરસાદ વરસ્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 24 કલાકમાં જિલ્લાના 11 તાલુકામાં વરસાદ નોંધાયો
  • જિલ્લામાં આ વર્ષનો એવરેજ વરસાદ 48.85 ટકા નોંધાયો

બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં અમીરગઢમાં 12 મિ.મી, ડીસામાં 08 મિ.મી, થરાદમાં 24 મિ. મી, દાંતામાં 21 મિ. મી, દાંતીવાડામાં 52 મિ.મી, ડિયોદરમાં 08 મિ.મી, પાલનપુરમા 03 મિ.મી, ભાભરમાં 15 મિ.મી, લાખણીમાં 09 મિ.મી, વાવમાં 27 મિ.મી, સુઇગામમાં 28 મિ.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં આ વર્ષનો એવરેજ વરસાદ 48.85 ટકા નોંધાયો છે.

અમીરગઢ ખાતે બનાસ નદી પર બાંધેલા ચેક ડેમમાં પાણી આવક બનાસકાંઠા જિલ્લામાં હજુ સામાન્ય વરસાદ વરસ્યો છે. જેથી જિલ્લાના ડેમો, તળાવો, ચેકડેમો કોરો જોવા મળતા શિયાળો, તેમજ ઉનાળાની ખેતીને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. જોકે, જિલ્લાની બનાસ નદીમાં હાલ ઉપરવાસમાં વરસાદ પડવાથી જીવંત બની છે. અમીરગઢ ખાતે બનાસ નદી પર બાંધેલા ચેક ડેમમાં પાણી આવક શરૂ થઈ છે. જેને લઈ અમીરગઢ તેમજ આજુબાજુ મોટા ભાગના વિસ્તારના લોકો તેમજ ખેડૂતોને આગામી સમયમાં ફાયફો થશે.

અન્ય સમાચારો પણ છે...