તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:દાંતાના પાસીયામાં આધેડની હત્યા કરનારા 2 આરોપીને આજીવન કેદ, 4 વર્ષ અગાઉ અદાવત રાખી તિક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાંતાના પાસીયા ગામે ચાર વર્ષ અગાઉ અદાવત રાખી એક આઘેડ ઉપર તલવાર, ધારીયા જેવા તિક્ષ્ણ હથિયારથી હૂમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી. જે કેસ પાલનપુરની છઠ્ઠી એડીશનલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે બંને આરોપીઓને આજીવન કેદ અને રૂપિયા 5000ના દંડની સજા ફટકારી હતી.

દાંતા તાલુકાના પાસીયા ગામે ચાર વર્ષ અગાઉ ગામના શીવાભાઇ લુકાભાઇ તરાલ અને ઉજમાભાઇ લુકાભાઇ તરાલે અગાઉ થયેલી તકરારની અદાવત રાખી ગામના મકનાભાઇ ડુટાભાઇ તરાલ ઉપર તલવાર, ધારીયા, લાકડી, તીરકામઠું, કુહાડી, લોખંડના સળીયા વડે હૂમલો કરી હત્યા કરી હતી. આ અંગે હાંસીબેન મકનાભાઇ તરાલે દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ દરમિયાન કેસ પાલનપુરની છઠ્ઠી એડીશનલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ આર.પી.મોગરાએ સરકારી વકીલ નૈલેષ એમ.જોષીની દલીલો ગ્રાહ્ય રાખી હતી.

અને આરોપી શીવાભાઇ તરાલ તેમજ ઉજમાભાઇ તરાલને ભારતીય દંડ સંહિતાની કલમ 302માં તકસીરવાન ઠરાવી વ્યકિતગત રીતે આજીવન કેદની સજા તેમજ દરેકને રૂપિયા 5000નો દંડ તેમજ જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હૂકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...