તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:બનાસકાંઠામાં કોરોનાના વધુ 199 કેસ, 2નાં મોત,171 દર્દી સાજા થતાં રજા અપાઇ

પાલનપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પાલનપુર 86,ડીસા 81,લાખણી 13,થરાદ 7,ધાનેરા 4, અમીરગઢ 3, વાવ 2 અને દાંતીવાડામાં 2 કેસ નોંધાયા

બનાસકાંઠા જિલ્લામાં સોમવારે વધુ 199 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે સંક્રમિત દર્દીઓ પૈકી 2ના મોત નિપજ્યાં હતા. 171 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી. અને 658 લોકોએ કોરોના સામે રક્ષણ માટે રસી મુકાવી હતી.કોરોના સંક્રમણ હજુ પણ વધી રહ્યું છે ત્યારે લોકો પણ સોશિયલ ડિસ્ટન્ટ રાખતા નથી.જેથી ચેઇન તૂટતી નથી.બનાસકાંઠા જિલ્લામાં વધતાં જતાં કોરોનાના સંક્રમણ વચ્ચે સોમવારે વધુ 199 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.

જિલ્લા એપેડેમિક ઓફિસર ડો. એન. કે. ગર્ગએ જણાવ્યું હતુ કે, સૌથી વધારે પાલનપુરમાં 86, ડીસા 81, લાખણી 13, થરાદ 7, ધાનેરા 4, અમીરગઢ 3, વાવ 2 અને દાંતીવાડામાં 2 દર્દીઓ પોઝિટીવ આવ્યા હતા. દરમિયાન કોરોના સંક્રમિત 2 દર્દીઓના મોત નિપજ્યા હતા. 171 દર્દીઓ સાજા થતાં રજા અપાઇ હતી. તેમજ 658 લોકોએ કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં આવેલા પોઝિટિવ કેસો પૈકી પાલનપુરના 8 વર્ષના બે બાળકો પણ પોઝિટિવ આવ્યા હતા.વધતા જતા કેસોને લઈ તંત્રની પણ મુંઝવણ વધી છે.

સિવિલમાં ઓક્સિજનના અભાવે એક દર્દીનું મોત થયું હોવાનો આક્ષેપ કરી દર્દીના સગાએ વીડિયો વાયરલ કર્યો
પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સોમવારે એક દર્દીનું મોત થયું હતુ. જ્યાં મૃતકના સગા અમરતભાઇ ચૌધરીએ સોશિયલ મિડિયામાં વાયરલ કરેલા વિડિયોમાં આક્ષેપ કર્યા હતા. કે મારા સગાનું ઓક્સિજનના અભાવે મોત થયું છે. જ્યાં પુરતા પ્રમાણમાં ઓક્સિજનનું પ્રેસર મળતું નથી. દર્દીઓને વેન્ટીલેટર પણ રાખવામાં આવતા નથી.જોકે આ બાબતે સિવિલના સુપ્રીટેન્ડન્ટ ડો. સુનિલજોષીને પૂછતાં "આ બાબત ધ્યાનમાં નથી તપાસ કરાવીશું તેમ જણાવ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં 913 કેસ,49 મોત નીપજ્યા
ઉત્તર ગુજરાતમાં સોમવારે 913કેસ નોંધાયા હતા.જેમાં મહેસાણામાં 450,સાબરકાંઠામાં 141,અરવલ્લીમાં 11,પાટણ 112 અને બનાસકાંઠામાં 199 કેસ નોંધાયા હતા.જ્યારે ઉત્તર ગુજરાતમાં કોરોનાથી 49 મોત નીપજ્યાં હતા.જેમાં મહેસાણામાં કોરોનાથી 29 ના મોત નીપજ્યાં હતા.તો સાબરકાંઠામાં 8 લોકોના મોત નીપજ્યાં હતા.તો બનાસકાંઠામાં 2 લોકોના મોત નીપજ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો