તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુરમાં કરોડાના અનાજ કૌભાંડ આચરી ફરાર થઈ ગયેલા ગોડાઉન મેનેજરે પકડવા પાલનપુર પોલીસે તેના વતન મેઘરજ પંથકમાં ધામા નાખ્યા છે. કૌભાંડમાં મુખ્ય આરોપીની અટક કરવા માટે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામમાં ગોડાઉન મેનેજર રહેતો હોવાથી ટીમને તપાસ માટે મોકલાઈ છે. જ્યાં મળ્યો નથી. પણ ટીમ આસપાસ તપાસ કરીને કબજો મેળવી લેશે. હાલ ટીમ ત્યાં તૈનાત છે. આરોપીની કોલ ડીટેલ મેળવવા કાર્યવાહી ચાલી રહી છે જે આવ્યા બાદ તપાસનો દોર આગળ વધશે. ઉપરાંત સમયગાળો બહુ લાંબો છે એટલે સીસીટીવી ચેક કરવામાં ચોક્કસ માહિતી એકઠી કરીશું.
બીજી તરફ ઢુંઢીયાવાડી માલગોડાઉનની ઓચિંતી તપાસ દરમિયાન અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં જિલ્લા પુરવઠા અધિકારીની ફરિયાદ બાદ પાલનપુર પશ્ચિમ પોલીસે માલગોડાઉન પર સ્ટાફ સાથે જઈ ઘટના સ્થળનું પંચનામું કર્યું હતું અને સાક્ષીઓના નિવેદનો લીધા હતા. કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું કે આ મામલામાં દોષીતો સામે કડક કાર્યવાહી કરાશે.ઉપરાંત પીબીએમ એક્ટ મુજબ કાર્યવાહી કરીશુ. ઢુંઢીયાવાડીમાં આવેલા માલગોડાઉનમાં ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર નાગજીભાઇ રોત સહીતના શકમંદોએ ભેગામળી રૂ.1.91 કરોડ ઉપરાંતના 15 હજાર કરતા વધુ ઘઉં ચોખા અનાજના જથ્થાને સગેવગે કરી ઉચાપત કરવાની ઘટના બાદ મેનેજર નાગજીભાઇ રોત સામે ફરિયાદ તેમજ ઓડીટર વિશાલ પંછીવાલા અને ટ્રાન્સપોર્ટર એમ.બી.ઠાકોર સામે શકદાર તરીકે ગુનો નોંધાયો છે.
જેમાં પશ્ચિમ પોલીસે માલ ગોડાઉન પર જઈ સાક્ષી દાંતા મામલતદાર એટી રાઠોડ અને અમીરગઢ મામલતદાર એસ સી ગોતીયાના ફરિયાદ સંબંધિત નિવેદનો લીધા હતા. ઉપરાંત કેટલાક મજૂરોના પણ નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ અંગે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યુ હતુ કે "લોકોની ફરીયાદો અને મિડીયા માધ્યમથી મળતી રજૂઆતોના પગલે તપાસ કરવામાં આવતી હોય છે. તેજ રીતે તપાસ કરવામાં આવતા પુરતા પ્રમાણમાં જથ્થો ન હોવાથી પ્રાથમિક તબક્કે ગોડાઉન મેનેજરની જવાબદારી થતી હોવાથી ગોડાઉન મેનેજર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
તેમજ ઓડીટર દ્વારા ગોડાઉનનું ઓડીટ કરાયા બાદ માહીતી જણાવવામાં ન આવતા તેમજ ટ્રાસ્પોર્ટરની પણ પોલીસ તપાસ કરી પોલીસ દ્વારા તેમના નિવેદનો લેવામાં આવશે.અને ત્યારબાદ તપાસમાં જે કસુરવાર જણાશે તેની સામે પણ ફરિયાદ નોંધી મુદ્દામાલની રકમની વસુલાત કરવામાં આવશે."
ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં, તમામ તાલુકામાં તપાસ કરાશે
ભાભર અને દાંતાના ગોડાઉનમાં તપાસ કરાઈ
પાલનપુરના માલ ગોડાઉનમાં બહાર આવેલી ક્ષતિ બાદ દાંતા અને ભાભરમાં વિજિલન્સ ટીમે રેન્ડમલી તપાસ કરી છે જ્યાં ક્યાંય ક્ષતિ જણાઈ નથી. જિલ્લામાં ટીમો બનાવી બાકી તાલુકાઓમાં તપાસ કરાશે.સુધેન્દ્રસિંહ ચાવડા જિલ્લા પુરવઠા અધિકારી
પોલીસ આ દિશામાં તપાસ હાથ ધરે તેવી શક્યતા
ગોડાઉનમાં સસ્તા અનાજની દુકાન માટે કેટલી બોરી બહાર કાઢવી અને કાચી પાવતીઓ બનાવનાર લેબર કોન્ટ્રાકટરની તપાસ થઈ શકે. માલ મોકલવા માટે ગેટ પાસ બનાવવાનું કામ કરનાર કોમ્પ્યુટર ઓપરેટરની ભૂમિકા અંગે તપાસ થઈ શકે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.