• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • 19 Places Including Police Ground, School And Club Grounds Allotted For Lokrakshak Dal Candidates In Banaskantha District, Here Is The Complete List

LRD ભરતીની તૈયારી:બનાસકાંઠા જિલ્લામાં ઉમેદવારો માટે પોલીસ ગ્રાઉન્ડ, સ્કૂલ અને ક્લબના મેદાનો સહિત 19 સ્થળો ફાળવાયા, આ રહ્યું આખું લિસ્ટ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બનાસકાંઠામાં ફાળવાયેલા 19 જેટલા મેદાનોમાં હાલ 1600થી વધુ ઉમેદવારો પ્રેક્ટિસ કરે છે
  • ગઈકાલે

ગુજરાત પોલીસમાં 10,459 જેટલી લોકરક્ષક (LRD) કેડરની ભરતી માટે 9.46 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. LRD ભરતીની તૈયારી માટે ઉમેદવારો ખેતરો, મેદાનો, બગીચા તથા રોડ પર પણ દોડની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ વધુમાં વધુ લોકોને ભરતી માટે તૈયારી કરવા સુવિધા મળે તે હેતુથી પોલીસના મેદાનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ ઉમેદવારોની મદદ માટે આગળ આવી છે. બનાસકાંઠામાં પોલીસના મેદાનો સહિત કુલ 19 જગ્યાએ ઉમેદવારોને દોડવા મેદાન અપાયા છે.

19 મેદાનમાં 1600થી વધુ ઉમેદવારોની પ્રેક્ટિસ
ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. જેમાં બનાસકાંઠામાં પોલીસ હેડક્વાર્ટર, સ્કૂલ ગ્રાઉન્ડ, ક્લબના ગ્રાઉન્ડ સહિતના મેદાનો ઉમેદવારોને પ્રેક્ટિસ માટે ફાળવાયા છે. આ 19 જેટલા મેદાનોમાં હાલમાં 1600થી પણ વધારે ઉમેદવારો સવાર-સાંજ દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉમેદવારોને મદદ માટે કોઈએ પોતાનું ખેતર તો કોઈએ હાઈસ્કૂલના મેદાનને પ્રેક્ટિસ માટે ફાળવી દીધું છે.

બે જિલ્લાઓમાં ઉમેદવારોને મેદાન ફાળવાયા
નોંધનીય છે કે ગઈકાલે જ ખેડા જિલ્લામાં સાત જગ્યાઓ પર પોલીસ ભરતીના યુવાઓ માટે તાલીમ શરૂ કરાઈ હતી. બીજી તરફ પોરબંદર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર મેદાન પણ યુવાનોને ભરતીની તૈયારી માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ઉમેદવારોને દોડની પ્રેક્ટિસ માટે ખેડામાં 7 મેદાન અને પોરબંદરમાં પોલીસ હેડ ક્વાર્ટરનું મેદાન ફાળવાયું

રવિવારે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં મેદાનો ફાળવાયા
રાજ્યના છેવાડાના ઉમેદવારો પોલીસમાં લાગી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ઉમેદવારોને શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે. શનિવારે અમરેલીમાં 6 જગ્યાઓ પર પોલીસે મેદાન ફાળવ્યા હતા. જ્યારે રવિવારે પણ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પોલીસના મેદાનો ફાળવાયા હતા.

રાજ્યમાં અન્ય કયાં કયાં ઉમેદવારોને મેદાનો પ્રેક્ટિસ માટે ફાળવાયાં?

  • જામનગર જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતેનું ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમેદવારો માટે દોડની પ્રેક્ટિસ માટે ઉપલબ્ધ છે.
  • લોકરક્ષક ભરતીની દોડની તૈયારી માટે ઉમેદવારોને ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં SRP ગ્રુપનાં મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.
  • સુરતના કામરેજ પાસેના વાવમાં પણ SRP ગ્રુપનાં મેદાનો ઉમેદવારોને ઉપલબ્ધ કરાવાયાં છે.
  • સાબરકાંઠાના પોલીસ અધીક્ષક દ્વારા જિલ્લામાં કુલ 13 જગ્યાએ પોલીસ ભરતીના ઉમેદવારોને તૈયારી માટે મેદાનો ઉપલબ્ધ કરાવાયાં છે.