કામગીરી:શખ્સે સોશિયલ મિડિયાથી મેસેજ કરી પજવણી કરતાં કોલેજીયન યુવતીએ 181 અભયમની મદદ લીધી

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શખ્સ તુ મને મળવા આવ, આપણે હોટલમાં જઇએ તેવા મેસેજ કરતો હતો

તું મને મળવા આવ, આપણે બંને હોટલમાં જઇએ, આ મેસેજ વાંચીને પાલનપુરમાં કોલેજ કરતી એક યુવતી ભયભીત બની ગઇ હતી. જેણે પ્રોફેસરની વાત કરતાં આખરે 181 અભયમની મદદ લેવામાં આવી હતી. જ્યાં ટીમે રોમિયોનો સંપર્ક કરી કોલેજમાં બોલાવ્યો હતો. પરંતુ તે ન આવતાં યુવતીને પાલનપુર સાઇબર ક્રાઇમની કચેરીએ લઇ જવાઈ હતી. રોમિયો મળી આવ્યે થી તેને પાઠ ભણાવવામાં આવશે. પાલનપુરમાં રોમિયો દ્વારા કોલેજીયન યુવતીઓને પરેશાન કરવામાં આવતી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.

આ અંગે બનાસકાંઠા 181 અભયમના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતુ કે, પાલનપુરના પોષ વિસ્તારમાં રહેતી તેજલ (નામ બદલ્યું છે) શહેરની કોલેજમાં અભ્યાસ કરે છે. જેના ઇન્ટ્રાગ્રામ ઉપર અજાણ્યા શખ્સે મેસેજ કરી તુ મારી ગર્લ ફ્રેન્ડ બન, તુ મને મળવા આવ, આપણે હોટલમાં જઇએ જેવા અભદ્ર મેસેજ કરતાં યુવતી ગભરાઇ ગઇ હતી. આ અંગે તેણીએ કોલેજના પ્રોફેસરની વાત કરી હતી. જેમણે 181ની મદદ માટે કોલ કરતાં મહિલા પોલીસ મિનાક્ષીબેન સાથે કોલેજમાં ગયા હતા.

તેજલનો ફોન લઇ તપાસ કરતાં શખ્સના મોબાઇલ ફોન ઉપર માત્ર વોટ્સએપ જ ચાલતું હતુ.આથી ઇન્ટ્રાગ્રામ ઉપર કોલ કરી તેનો સંપર્ક કરી કોલેજમાં બોલાવ્યો હતો. જોકે, તે ત્યાં ન આવતાં તેજલને લઇને પાલનપુર સાઇબર ક્રાઇમની કચેરીએ ગયા હતા. દરમિયાન રોમિયો મળી આવ્યે થી તેને પાઠ ભણાવવામાં આવશે.

કોલેજની અન્ય પાંચ યુવતીઓને પણ મેસેજ કર્યા
અજાણ્યા શખ્સે પોતાના ઇન્ટ્રાગ્રામ આઇ.ડી.થી કોલેજની અન્ય પાંચ યુવતીઓને પણ મેસેજ કર્યા હોવાનું બહાર આવ્યું છે. જેમના દ્વારા પણ સાઇબર ક્રાઇમમાં આ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...