મેઘ મહેર:દાંતામાં 17 મીમી,પાલનપુરમાં 1 મીમી વરસાદ અને વડગામ પંથકમાં ઝાંપટાં

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સમી સાંજે વરસાદ વરસ્યો

રવિવારે સાંજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ વરસતાં લોકોએ ઠંડકનોએ અહેસાસ કર્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં રવિવારે બપોર બાદ દાંતા-અંબાજી પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળાડિબાંગ વાદળો ચઢી આવતાં પોણા કલાકમાં 17 મીમી વરસાદ વરસ્યો હતો. અષાઢી પૂનમ હોવાથી અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતાં વરસાદને લઇ મંદિર પરિસરમાં દોડભાગ મચી હતી. વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જ્યારે પાલનપુરમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ 1 મીમી વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંકડ  પ્રસરી હતી. જિલ્લાના વડગામ પંથકમાં ડાલવાણા, થલવાડા, નાદોતરા, નગાણા, રૂપાલ સહિત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની ધીમી ધરે શરૂઆત થઇ હતી.

સાબરકાંઠામાં રવિવારે સમી સાંજે હિંમતનગર,ખેડબ્રહ્મા અને પોશીના પંથકમાં વરસાદથયો હતો. પોશીનાના દેલવાડા, કલછાવડ, ઝીઝણાટ, આંજણી, કાલીકાકર તથા સહિત પોશીના પંથકમા રવિવારે સાંજે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અરવલ્લીના ભિલોડામાં રવિવાર સમી સાંજે  કડાકા ભડાકા સાથે પડેલા વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાયા હતા. લીલછામાં પણ વરસાદના અમી છાંટણા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...