તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:લાખણી પંથકની 17 ગૌશાળાઓ ઘાસચારાની તંગીથી પરેશાની

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાનની આવકમાં કોરોનાને લઈ ઘટાડો થયો
  • ગાયોના નિભાવ માટે સરકાર પાસે સહાયની માંગણી કરાઈ

લાખણી તાલુકામાં આવેલી 17 ગૌશાળાઓમાં ઘાસચારાની તંગી સર્જાતા ગાયોનો નિભાવ મુશ્કેલીમાં મુકાયો છે. ઉપરાંત ગૌશાળામાં આવતા દાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે તો બીજી બાજુ પાણીના તળ ઉંડા જવાથી ઘાસચારો પણ મોંઘો બન્યો હોવાથી ગૌશાળાના સંચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ગાયોનો નિભાવ કઈ રીતે કરવો એ પડકાર બની ગયો છે.

આ બાબતે લાખણી તાલુકાના કુડા ગામમાં આવેલી શ્રીજોગમાયા ગૌશાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે કોરોના પહેલા અને કોરોના પછી ગૌશાળા ના સંચાલનમાં રાત દિવસનો ફેર પડી ગયો છે,પહેલાની સરખામણી માં અત્યારે પચાસ ટકા દાનની આવકમાં ઘટાડો નોંધાયો છે જેના પગલે ગાયોનો નિભાવ કરવો મુશ્કેલ બની ગયો હોવાથી અમે સરકાર સામે સહાયની માંગણી કરી છે,ગયા વર્ષે સરકાર દ્વારા જે સહાય આપવામાં આવી હતી એ મુજબ આ વર્ષે પણ સહાય આપવામાં આવે તો ગૌશાળાઓ ઉપર આવેલી મુશ્કેલી દૂર થઈ જાય અને જો આ બાબતે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે મદદ કરવામાં નહિ આવે તો ગાયો રામભરોસે છૂટી મૂકી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...