નશાનો નાશ:છેલ્લા 11 મહિનામાં થરાદ પોલીસે ઝડપેલા 1.6 કરોડના વિદેશી દારૂનો બુલડોઝર ફેરવી નાશ કરાયો

પાલનપુર12 દિવસ પહેલા
  • રૂપિયા 1 કરોડ 06 લાખ 84 હજાર 252ના દારૂના જથ્થાનો ખોડા ચેકપોસ્ટ પર નાશ કરાયો

થરાદ અને જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 11 મહિનામાં રાજસ્થાનથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. જેથી થરાદ પોલીસ મથકમાં દારૂનો ભરાવો થયો હતો. આથી થરાદ પોલીસ દ્વારા 1 કરોડ 06 લાખ 84 હજારથી વધુ કિંમતના દારૂનના જથ્થાને ખોડા ચેકપોસ્ટ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં થરાદ પોલીસ દ્વારા પકડાયેલા દારૂનો ભરાવો થતા પોલીસ દ્વારા તેનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. 1 કરોડ 06 લાખ 84 હજાર 252 રૂપિયાની 67 હજાર 185 જેટલી દારૂની બોટલોના જથ્થાને ખોડા ચેકપોસ્ટ પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં નાયબ કલેકટર વી.સી બોડાણા, ASP પૂજા યાદવ, નશાબંધી અને આબકારી અધિક્ષક પાલનપુર તેમજ થરાદના પી આઇ જે.બી ચૌધરી અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. 1 જાન્યુઆરી 2021થી અત્યાર સુધીનો મુદ્દામાલ કોર્ટના હુકમ આધારે પોલીસ બંદોબસ્ત સાથે નાશ કરવામાં આવ્યો હોવાનું જે.બી ચૌધરી પીઆઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...