તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેકપોસ્ટ પર કોરોના ટેસ્ટ:સંક્રમણ અટકાવવા અમીરગઢ ચેકપોસ્ટથી 158 શંકાસ્પદને રાજસ્થાન પાછા મોકલ્યા

પાંથાવાડા,અમીરગઢ, ધાનેરા, અંબાજી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમીરગઢ ચેકપોસ્ટ પર વાહનોને રોકી ચેકીંગ કરાયું હતું. - Divya Bhaskar
અમીરગઢ ચેકપોસ્ટ પર વાહનોને રોકી ચેકીંગ કરાયું હતું.
 • ગુજરાત આવતા વાહન ચાલકોના આરટીપીસીઆર રિપોર્ટ ન હોઈ તેમન પાછા મોકલાવ્યા
 • ધાનેરાની નેનાવા ચેકપોસ્ટ પર પોલીસે વાહનો,મુસાફરોની નોંધણી કરી આરોગ્ય વિભાગે કોરોના ટેસ્ટ કર્યા

ગુજરાત સરકારના આદેશ બાદ બનાસકાંઠા પોલીસ દ્વારા જીલ્લામાં આવેલી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર હેલ્થ વિભાગ સાથે સંકલન કરી રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોના 72 કલાક પહેલાં આરટીપીસીઆર નેગેટીવ રિપોર્ટ હોય તેમને જ પ્રવેશ અપાઈ રહ્યો હતો.અને જેમની પાસે રિપોર્ટ નથી તેમને પ્રવેશતા અટકાવાયા હતા.

અમીરગઢ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે "અમીરગઢ ચેકપોસ્ટ ઉપર આરોગ્યની ટીમ દ્વારા રાજસ્થાન તરફથી આવતાં 268 લોકોનું થર્મલ ગનથી ચેકિંગ કરાયું હતું. જ્યારે 59 લોકો આરટીપીસીઆર રિપોર્ટ લઇને આવ્યા હતા. જ્યારે 25 લોકોના સ્થળ પર એન્ટિજન રિપોર્ટ કરાયા હતા.જે તમામે તમામ નેગેટિવ આવ્યા હતા. જ્યારે 158 લોકો શંકાસ્પદ જણાતા તેમને રાજસ્થાન પરત મોકલાયા હતા. તો બીજીતરફ રાજસ્થાનના આબુરોડ અમીરગઢ વચ્ચે ચાલતા શટલિયા મુસાફરી વાહનોને પણ ગુજરાતમાં પ્રવેશવા દેવાયા નહોતા.

પાંથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ પર આ ટેસ્ટિંગ પ્રક્રિયામાં માલવાહક વાહનને બાદ રાખ્યા હતા. જોકે લોકલ પેસેન્જર ગાડીઓમાં પ્રવાસ કરનારાના આધાર કાર્ડ ચેક કરી જવા દેવાયા હતા. મંડાર ચેકપોસ્ટ પર રાજસ્થાન આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ગુજરાતમાંથી રાજસ્થાનમાં પ્રવેશ કરતાં મુસાફરોનુ ચેકિંગ જારી છે તેમાં રાજસ્થાન આરોગ્ય વિભાગ દ્વારા જેમના 72 કલાક પહેલાં ના આરટીપીસીઆર નેગેટીવ રિપોર્ટ ન હોય તેમને પ્રવેશ નથી અપાતો જોકે તેમને જ્યાં જવાનું હોય છે ત્યાં 15 દિવસ હોમ ક્વોરન્ટાઈન કરાય છે.

અંબાજી નજીક સરહદ છાપરી ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગે આવનાર મુસાફરોનું ચેકિંગ હાથ ધર્યુ હતું. ધાનેરાની નેનાવા બોર્ડર ઉપર ગુજરાતમાં પ્રવેશ કરતા વાહનોનું ચેકિંગ ઉપરાંત આવનાર તમામ લોકોના કોરોના ટેસ્ટ પણ કર્યા હતા. પોલીસ દ્વારા અવર જવર કરતા વાહનમાલિકોના નામ, સરનામાં અને ફોનની ડિટેલ પણ રાખવામાં આવી રહી છે.

ધાનેરા તાલુકાની નેનાવા તથા વાસણ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી આવતા લોકોના ચેકિંગ અને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ધાનેરા તાલુકાની નેનાવા તથા વાસણ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી આવતા લોકોના ચેકિંગ અને કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો