તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:પાલનપુરના મોરીયા કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન સાથેના 150 બેડ તૈયાર કરાયા

પાલનપુર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોરીયા ખાતે તૈયાર કરવામાં આવેલ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરની શનિવારે શિક્ષણ અને કાયદા મંત્રીએ મુલાકાત લઇ ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. - Divya Bhaskar
મોરીયા ખાતે તૈયાર કરવામાં આવેલ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરની શનિવારે શિક્ષણ અને કાયદા મંત્રીએ મુલાકાત લઇ ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું.
 • મોરીયા ડેડીકેટડ કોવિડ હેલ્થ સેન્ટરની શિક્ષણ મંત્રીએ મુલાકાત લીધી

પાલનપુર નજીક મોરીયા ખાતે તૈયાર કરવામાં આવેલ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરની શનિવારે શિક્ષણ અને કાયદા મંત્રીએ મુલાકાત લઇ ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું. પાલનપુરના મોરીયા ડેડીકેટડ કોવિડ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન સાથેના 150 બેડની વ્યવસ્થા કરાઇ છે. ત્યારે શનિવારે શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરની મુલાકાત લઇ ત્યાંની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ મંત્રીને મોરીયા કોવિડ હેલ્થ સેન્ટર વિશે માહિતી આપતાં જણાવ્યું કે, આ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજનની લાઇન સાથેના 150 બેડ, આઇ.સી.યુ. બેડ તૈયાર કરવામાં આવ્યા છે અને ર્ડાકટરો તથા સ્ટાફ નર્સની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. આ હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળે તો કોરોના સંક્રમિત દર્દીઓની વધુ સારી રીતે સારવાર કરી શકાય તેમ છે.

મંત્રીની મુલાકાત સમયે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, રાજ્યસભાના સાંસદ દિનેશભાઇ અનાવડીયા, ધારાસભ્ય શશીકાંતભાઇ પંડ્યા, કિર્તીસિંહ વાઘેલા, બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરી, જિલ્લા ભાજપા પ્રમુખ ગુમાનસિંહ વાઘેલા, અગ્રણીઓ નૌકાબેન પ્રજાપતિ, દિલીપભાઇ વાઘેલા, ડાહ્યાભાઇ પિલીયાતર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો