તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ભાભરના 15 ગામોને ખેતી માટે નર્મદાનું પાણી મળશે

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નર્મદાની મુખ્ય કેનાલમાં સામલા-વડાણા જોડે 8 કરોડના ખર્ચે નવીન પાઈપલાઈન મંજૂર થઈ

નર્મદાની મુખ્ય કેનાલમાં સામલા-વડાણા જોડે 8 કરોડના ખર્ચે નવીન પાઈપલાઈન મંજૂર થતાં મીઠા જોડે કેનાલનું જોડાણ આપીને પાણી આપવાની કામગીરી શરૂ થતાં હવે ભાભર વિસ્તારના 15 ગામોને પણ ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે.

રાજસ્થાન તરફ જતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી કચ્છ બ્રાન્ચ કેનાલ ઉપરથી નીકળતી સલીમગઢથી તનવાડ સુધીની ભાભર ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ જેની લંબાઈ 31 કિલોમીટર થાય છે. જેમાં પાછલા 17 કિ.મી. વિસ્તારમાં પાણી મળતું નહતી. જેને લઇ પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીની સરકારમાં રજૂઆતને લઈને સામલા-વડાણા જોડે 8 કરોડના ખર્ચે નવીન પાઈપલાઈન મંજૂર થતાં મીઠા જોડે કેનાલનું જોડાણ આપીને પાણી આપવાની કામગીરી શરૂ થતાં ભાભર તાલુકાના 15 ગામો પૂરતા પ્રમાણમાં ખેતી માટે પાણી મળશે.

આ ગામોને પુરતા પ્રમાણમાં પાણી મળશે
ભાભર તાલુકાના મીઠા, ધ્રાવડા, ભોડાળીયા, બરવાળા, ભેમબોરડી, કુવાળા, ભાભર નવા, ભાભર જુના, નેસડા, કારેલા, મોતીસરી, સણવા-1, સણવા-2, લાડુલા અને તનવાડ ગામને પૂરતા પ્રમાણમાં ખેતી માટે પાણી મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો