તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનો ઘટાડો યથાવત, આજે નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં 5 અને ધાનેરામાં 4 કોરોના પોઝિટિવ કેસ આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને લઇ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પણ જિલ્લામાં મ્યુકોર માઇકોસિસ કેસોમાં ઉછાળો થતાં તંત્ર દોડતું થયું છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીની બીજી વેવમાં કોરોનાનું સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું. જિલ્લામાં અઢીસોથી ત્રણસો પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં હતા. જેને લઈ તંત્ર અને વેપારીઓ દ્વારા જિલ્લાના અનેક શહેરો અને ગામોમાં સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યો હતો. જેથી કરી કોરોના સંક્રમણની ચેન તોડી શકાય જોકે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ સદંતરે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં દાંતામાં 1, દાંતીવાડામાં 2, ધાનેરામાં 4, લાખણીમાં 1, પાલનપુરમાં 5, થરાદમાં 2 સહિત જિલ્લામાં 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...