બ્રાહ્મણ સમાજનો 11મો લગ્નોત્સવ:પાલનપુરમાં ગુરુ બ્રાહ્મણ સમાજના સમૂહલગ્નમાં 14 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડયા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાતાઓ દ્રારા વરવધુઓને કરિયાર સહિતની ભેટ સોગાધ અપાઈ

પાલનપુર તાલુકાના પારપડા ખાતે રવિવારે બનાસકાંઠા જિલ્લા ગુરૂ બ્રાહ્મણ સમાજનો 11 માં સમૂહ લગ્નોત્સવ યોજયો હતો જેમાં સમાજના 14 નવ દંપતીએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ અગ્નિની સાક્ષીએ પ્રભુતામાં પગલા માંડયા હતા.

ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા ઘટક દ્રારા સમાજને મદદરૂપ બનવા અને સમાજમાં જરૂરિયાતમંદ પરિવારોના માથેથી તેમના સંતાનોના લગ્નનો બોઝ હળવો કરવા છેલ્લા 11 વર્ષ થી સમૂહ લગ્ન યોજવામાં આવી રહ્યા છે જેમાં ગત વર્ષે કોરોના લઈ સમૂહ લગ્ન યોજાઈ શક્યા ન હોઈ આ વર્ષે પાલનપુર નજીક પારપડાના રામદેવપીરધામ ખાતે 11માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના 14 નવ દંપતીને આચાર્ય મફતલાલ જીરાલા અને પવિત્રબધું શ્રીમાળીએ હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ મુજબ અગ્નિની સાક્ષીએ સપ્તપદી ના સાત ફેરા ફરાવી ગૃહસ્થ જીવન માં પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે ગુજરાત ગુરુ બ્રાહ્નણ સમાજના પ્રમુખ જયંતીભાઈ શ્રીમાળી, અત્યોદય વિકાસ નિગમમાં માજી ચેરમેન ગૌતમભાઈ ગેડિયા, કે.ટી પંડયા (કમિશ્નર ઓફ ઇન્કમટેક્ષ અમદાવાદ) બનાસકાંઠા જિલ્લા ગુરૂ બ્રાહ્મણ સમજના પ્રમુખ અરવિંદભાઈ ચોરાસિયા,મહામંત્રી મણીલાલ શ્રીમાળી,બાલકૃષ્ણ જીરાલા,જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન સક્સેના, સહિતના આગેવાનો અને સમાજ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત વરવધુઓને આશીર્વાદ પાઠવ્યા હતા આ પ્રસંગે વર વધું ઓને ભેટ સોગાધો આપનાર દાતા ઓનું પણ સન્માન તેમજ આગામી 12માં સમૂહલગ્ન માટે દાતાઓ દ્રારા દાન જાહેર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...