તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધર્મપરીવર્તન:બહુજન સમાજના 128 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

પાલનપુર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં આવેલ ગુલાબ પાર્ક સોસાયટી ખાતે રવિવારે ધર્મ પરિવર્તન કરી બોદ્ધ ધર્મ અપનાવી દીક્ષા મેળવી હતી. - Divya Bhaskar
પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં આવેલ ગુલાબ પાર્ક સોસાયટી ખાતે રવિવારે ધર્મ પરિવર્તન કરી બોદ્ધ ધર્મ અપનાવી દીક્ષા મેળવી હતી.
 • પાલનપુર ગણેશપુરાના ગુલાબ પાર્ક સોસાયટી ખાતે દીક્ષા ગ્રહણ કરાઈ

પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં આવેલ ગુલાબ પાર્ક સોસાયટી ખાતે રવિવારે બહુજન સમાજના 128 વ્યક્તિઓએ ધર્મ પરિવર્તન કરી બોદ્ધ ધર્મ અપનાવી દીક્ષા મેળવી હતી. પાલનપુર ખાતે રવિવારે ગણેશપુરા વિસ્તારમાં આવેલા ગુલાબપાર્ક સોસાયટીમાં બહુજન સમાજ દ્વારા કાયદાનુસાર કલેક્ટરને ફોર્મ જમા કરાવી દીક્ષાનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં 128 જેટલા વ્યક્તિઓએ હિંદુ ધર્મમાંથી બૌધ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. આ બાબતે બોદ્ધ ધર્મ દીક્ષા સમિતીના સતિષભાઇ રાષ્ટ્રપાલે જણાવ્યુ હતુ કે, ભગવાન બુદ્ધનો ધર્મ સમાનતાનો અને સ્વતંત્રતા વાળો અને વિજ્ઞાનીક છે.તેમજ આખા વિશ્વમાં ફેલાયેલો છે.

આપણા વડા પ્રધાન પણ વિશ્વમાં જાય છે.ત્યારે કહે છે.હુ ભગવાન બુદ્ધની ધરતી પરથી આવ્યો છુ.તેવુ કહે છે. ભગવાન બૌધની વિચાર શ્રેણીના કારણે આખા વિશ્વમાં આપડો ડંકો વાગતો હતો.ભગવાન બૌદ્ધનો ધર્મ આચરણનો ધર્મ છે.પંચશીલનું આચરણ શરૂ થાય છે.જેમાં કોઇ કર્મકાંડ નથી ખોટા પ્રલોભન નથી.અમે જે કાર્યક્રમ કર્યો છે.તે સ્વેચ્છાએ કર્યો છે.

શા માટે બૌધ્ધ ધર્મ અપનાવ્યો
બૌધ્ધ ધર્મ અંગિકાર કરનારા લોકોએ જણાવ્યું હતુ કે, ભારત એ સાર્વભૌમત્વ દેશ છે. જેમાં બૌધ્ધ ધર્મ વૈજ્ઞાનિક ધર્મ છે. જેમાં પ્રેમ, મૈત્રી, કરૂણા અને સમાનતા હોવાથી અમે બૌધ્ધ ધર્મ અપનાવીએ છીએ.

બાબા સાહેબે બૌધ ધર્મનો અંગીકાર કર્યો હતો
સતિષભાઇ રાષ્ટ્રપાલે જણાવ્યુ હતુ કે,બાબાસાહેબે 1935માં જાહેરાત કરી કે હુ હિન્દુ ધર્મમાં જન્મ્યો ત્યાર બાદ બધા ધર્મનો અભ્યાસ કર્યો ત્યારબાદ તેમને બૌધ ધર્મનો અંગીકાર કર્યો હતો.બીજા ધર્મો પણ હતા.પરંતુ તેમને તેમના પાછળના સમુદાયને ધ્યાને રાખી તેમને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.કારણ કે આજે પણે બધા તે બાબતથી પીડાઇ રહ્યા છીએ કે આપણે જાતીને વધુ મહત્વ આપીએ છીએ. વ્યક્તિના આચરણને કે વ્યક્તિના ચારીત્રને ઓછુ મહત્વ આપવામાં આવે છે.જેથી જે સમુદાયમાંથી અમે આવીએ છીએ જેના પ્રેરણા સ્વરૂપ બાબાસાહેબ આંબેડકર છે.તે સમુદાયને ધર્મની સૌથી વધારે જરૂર છે.અને એવા ધર્મની જરૂર છે.અને એવા ધર્મની જરૂ છે. કે આધ્યાત્મીક ઉન્નતી સાથે સામાજીક તાણાવાણામાં પણ એક કરી શકે અને આ દેશના બંધારણ અનુરૂપ વ્યક્તિ પોતાનું ચારીત્ર ઘડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો