તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આગામી 28 મીએ યોજાનાર પાલનપુર,ડીસા અને ભાભર પાલિકાની ચૂંટણીમાં ફોર્મનું વિતરણ કરાયું હતુ.જેમાં પાલનપુરમાં 126 અને ડીસામાં 155 ફોર્મનું વિતરણ કરાયું હતુ.જોકે પ્રથમ દિવસે એકપણ ફોર્મ ભરાયું ન હતુ. ચૂંટણીને અનુલક્ષી કલેકટર આનંદ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.તેઓએ જણાવ્યું કે પાલનપુર, ડીસા અને ભાભર પાલિકાની સામાન્ય ચૂંટણી તથા થરા અને ધાનેરા પાલિકાની પેટા ચૂંટણી,માંડલા કાંકરેજ તાલુકા પંચાયત અને મોટીમહુડી દાંતીવાડા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી આગામી28 ફેબ્રુઆરી યોજાશે.જેમાં ઉમેદવારીપત્રો ભરવાનું સોમવારથી શરૂ થયું છે.
કોવિડ-19ની ગાઇડલાઇન સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાશે. 8 મીના રોજ વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતુ.ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.13 ફેબ્રુઆરી છે. તા. 15 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તા.16 ફેબ્રુઆરી છે અને તા.28 ફેબ્રુ.એ સવારે-7 થી સાંજે-6 વાગ્યા સુધી મતદાન યોજાશે.
આ ચૂંટણીમાં કોવિડ પોઝિટિવ વ્યક્તિ ઉમેદવારી કરવા માંગતા હોય તેમના વતી તેમના ટેકેદાર કે દરખાસ્ત કરનાર વ્યક્તિ ઉમેદવારી પત્ર ભરી શકે છે.પોઝીટીવ ઉમેદવાર જાતે જ ફોર્મ ભરવા માંગતા હોય તો અગાઉથી ચૂંટણી અધિકારીને જાણ કરી પી.પી.ઇ. કીટ પહેરીને ઉમેદવારી પત્ર ભરી શકે છે. પોઝિટિવ મતદારે પણ મતદાન કરવા માટે અગાઉથી ચૂંટણી અધિકારીને જાણ કરવાની રહેશે. કોરોના પોઝિટિવ વ્યક્તિ પી.પી.ઇ. કીટ પહેરીને મતદાનના છેલ્લા એક કલાક દરમ્યાન મતદાન કરી શકશે.
ક્યાં કેટલા મતદાન મથકો ઊભા કરાયા
■ પાલનપુર: 1 થી 11 વોર્ડ અને 128 મતદાન કેન્દ્રો
■ ડીસા 1 થી 11 વોર્ડ અને 88 મતદાન મથકો
■ ભાભર 1 થી 6 વોર્ડ અને 20 મતદાન મથકો
ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે
પાલનપુર અને ડીસા પાલિકા વિસ્તારમાં ચૂંટણી લડતા ઉમેદવારો રૂ. 2.25 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. જ્યારે ભાભર, ધાનેરા અને થરા નગરપાલિકા વિસ્તારમાં ચૂંટણી લડતા ઉમેદવારો રૂ. 1.50 લાખ નો ખર્ચ કરી શકશે. તાલુકા પંચાયતની ચૂંટણી લડતા ઉમેદવારો રૂ.2 લાખ સુધીનો ખર્ચ કરી શકશે અને તેનો રોજે રોજ હિસાબ ચૂંટણી અધિકારીને આપવાનો રહેશે.
પાલનપુરમાં પ્રથમ દિવસે 126 ફોર્મ લઈ ગયા
11વોર્ડમા ઉભા રહેવા ઇચ્છુક ઉમેદવારો પોતાના ફોર્મ ચૂંટણી અધિકારી પાસેથી લઈ ગયા હતા. જેમાં 1માં17, 2માં 4, 3માં 6,4માં11,5 માં 13, 6માં 11, 7માં9, 8માં11, 9માં12, 10માં 14 અને વોર્ડ નં 11માં 18 મળી પ્રથમ દિવસે 126 જણાં ફોર્મ લઈ ગયા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.