નગરપાલિકાની ચૂંટણી:થરા નગરપાલિકાની ચૂંટણીમાં 124 ઉમેદવારી પત્રો ભરાયા

પાલનપુર,થરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

થરા પાલિકાની ચૂંટણીમાં 16મીએ 26 ફોર્મ,તા17મીએ 46 ફોર્મ,તા 18મીએ 52 ફોર્મ મળી કુલ 124 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં. ઉમેદવારોએ કાંકરેજ મામલતદાર કચેરીમાં ચુંટણી અધિકારી અને નાયબ કલેકટર ડીસા એફ.એ. બાબી,કાંકરેજ મામલતદાર મંજુલાબેન ટી.રાજપૂત અને ચકાસણી અધિકારી બી.એમ. જોષી, એ.સી. સુથાર ( સર્કલ ઓફીસર શિહોરી) દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી ત્યારબાદ ડીસા નાયબ કલેકટરને ઉમેદવારી પત્રો રજુકરવામાં આવ્યાં હતાં. જ્યારે ધાનેરા નગરપાલિકાની વોર્ડ નંબર ચારની બેઠક માટે 3 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

પાલનપુર તાલુકા પંચાયત મડાણા બેઠક પર 5,દાંતા તાલુકા પંચાયતની દલપુરા બેઠકમાં 4,જીતપુર બેઠકમાં 3, કુંભારીયા બેઠક પર 4, અમીરગઢના ધનપુરા બેઠકમાં 5, ગોઢ બેઠકમાં 4, જ્યારે દાંતીવાડા ની નાનોદરા ઠાકોરવાસ બેઠકમાં 5 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે. આમ કુલ સાત બેઠકો માટે 30 ફોર્મ ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...