કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોનાના નવા 12 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 24 પર પહોંચ્યો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં RT-PCR 3339 અને એન્ટીજન 1112 ટેસ્ટ કરવામાં આવ્યા

બનાસકાંઠા જિલ્લામાં બીજી લહેર બાદ ફરી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે. આજે જિલ્લા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આજે 12 કેસ સામે આવતાં એક્ટિવ કેસનો આંક 24 પર પહોંચ્યો છે. જેમાં જિલ્લાના બે પોલીસકર્મી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં ફરી કોરોના પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. જેમાં જિલ્લા 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં તંત્ર હરકતમાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા RT-PCR 3339 અને એન્ટીજન 1112 ટોટલ 4451 જેવા ટેસ્ટ કરતા 12 કોરોના પોઝિટિવ કેસ સાથે નોંધાયા છે.

પાલનપુરમાં 07, વડગામમાં 01, ડીસામાં 01, લાખણીમાં 01, દાંતામાં 01, દિયોદરમાં 01 સહિત જિલ્લાના 6 તાલુકામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે સહિત જિલ્લામાં કુલ 24 એક્ટિવ કેસ થયા છે. આજે 2 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...