તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:બનાસકાંઠામાં દિયોદરના વકીલ સહિત 12 કેસ

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પરિસ્થિતિ વકરતા પ્રભારી સચિવ વિજય નહેરા પાલનપુર દોડી આવ્યા

બનાસકાંઠામાં ગુરુવારે કોરોનાના વધુ 12 કેસ આવ્યા હતા. જેમાં પાલનપુરમાં વધુ 10 કેસ આવતા સંકર્મીતોની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે દિયોદરમાં જજ બાદ હવે વકીલ પણ સંક્રમિત થયા છે. અહીં વધુ 2 નવા કેસ સામે આવ્યા છે. સંક્રમણને પગલે રાજ્યના સચિવ હરકતમાં આવ્યા હતા અને ત્વરિત પાલનપુર દોડી આવ્યા હતા.

બુધવારે 24 અને ગુરુવારે 12 કેસ આવતા પ્રભારી સચિવ વિજય નહેરા પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળા, ડીસા અર્બન હેલ્થ સેન્ટર અને ડીસા તાલુકાના માલગઢ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ વેક્શીન સેન્ટરની મુલાકાત લઇ વેક્શીનેશન સો ટકા પૂર્ણ કરવા જણાવ્યું હતું.

તેમણે માઇક્રોપ્લાનીંગ કરી તા.10 એપ્રિલ સુધીમાં 45 વર્ષ ઉપરના તમામ નાગરિકોનું વેક્શિનેશન પૂર્ણ કરી વિવિધ કચેરીઓમાં કામ કરતા સરકારી અને આઉટસોર્સના કર્મચારીઓને પણ રસીકરણમાં આવરી લઇએ. પાલનપુર અને ડીસા શહેરમાં ફરીથી ધન્વંતરી રથ શરૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો