તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • 111 Tulsi Seedlings Planted By Iqbalgarh Range Cleared Of Palist Waste From The Foothills To Kedarnath In Celebration Of World Environment Day

પર્યાવરણ દિવસની ઉજવણી:ઈકબાલગઢ રેન્જ દ્વારા 111 તુલસીના રોપા રોપી જંગલમાંથી પાલિસ્ટ કચરાની સફાઈ કરાઈ

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સફાઇમાં વન કર્મીઓ સહિત વિવિધ લોકો ઉજવણીમાં જોડાયા
  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે તળેટીથી કેદારનાથ સુધી સ્વચ્છતા કરાઇ

અમીરગઢ તાલુકાના જેસોર રીંછ અભયારણ્ય ઈકબાલગઢ રેન્જ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં વન અધિકારી કે.કે.ખેરના માર્ગદર્શન હેઠળ વનકર્મી દ્વારા વેરા રેસ્ટ હાઉસ ખાતે 111 તુલસીના રોપાઓની વાવણી તેમજ જેસોર તળેટીથી કેદારનાથ સુધીમાં પ્લાસ્ટિકથી થતા પર્યાવરણને નુકશાનને ધ્યાનમાં રાખી સફાઈ કરવામાં આવી હતી.

વન વિભાગ દ્વારા જંગલમાં પ્લાસ્ટિક કચરાની સફાઈ હાથ ધરાઇ
તે ઉપરાંત લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે તે માટે વૃક્ષને કાપવા કે તેને નુકશાન પહોંચાડવાથી વન્ય જીવો તેમજ લોકોને કઈ રીતે લાંબા સમયે જતાં નુકસાન થાય છે. તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વન અધિકારી, વન કર્મીઓ સહિત રોજમદાર અને મજૂરો સહિત લોકો હાજર રહ્યાં હતા. જેસોર કેદારનાથ મહાદેવ જંગલ વિસ્તારમાં આવેલા હોવાથી દર્શન માટે આવતા યાત્રીકો દ્વારા જ્યા ત્યા કચરો નાખી જંગલને ખરાબ કરવામાં આવતું હોય છે. તેમાં વન વિભાગ દ્વારા જંગલમાં પ્લાસ્ટિક કચરાની સફાઈ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...