તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો માં ઘટાડો યથાવત, આજે નવા 11 કેસ નોંધાયા

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 8 તાલુકામાં એક પણ પોઝિટિવ કેસ નહીં

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જેને લઇ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે કોરોનાની મહામારી ની બીજી વેવમાં કોરોના નું સંક્રમણ તેજીથી વધી રહ્યું હતું. જેમાં જિલ્લામાં પ્રતિદિન અઢીસોથી ત્રણસો કોરોના પોઝિટિવ કેસ સામે આવતા હતા જોકે હાલમાં કોરોના પોઝિટિવ કેસોમાં સદંતરે ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં આજે જિલ્લા 11 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારી ની બીજી વેવમાં વધતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઇને જિલ્લાના અનેક શહેરો અને ગામો સ્વયંભૂ બંધ પાળવામાં આવ્યા હતા જેથી કરી કોરોના સંક્રમણ ની ચેન તોડી શકાય જોકે હાલમાં કોરોના પોઝિટિવ ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લાના 14 તાલુકાઓ માંથી માત્ર 6 તાલુકામાં 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં દાંતામાં 01 ડીસામાં 04 દિયોદરમાં 01 ધાનેરામાં 02 થરાદમાં 01 વાવમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...